રાજકોટઃ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કોરોના કહેર અને લોકડાઉનના ચુસ્ત પાલન વચ્ચે જણસીઓની આવક શરૂ થઇ છે, ત્યારે ધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામના ખેડૂતને 39 નંબરની મગફળીના રેકોર્ડ બ્રેક ભાવમળતા ખેડૂતો ખુશ થયા હતા.
ગોંડલના માર્કેંટીંગ યાર્ડમાં 39 નંબરની મગફળીના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા - રાજકોટ તાજા સમાચાર
સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં કોરોના કહેર અને લોકડાઉનના ચુસ્ત પાલન વચ્ચે જણસીઓની આવક શરૂ થઇ છે. ત્યારે યોગ્ય અને વધુ ભાવ મળતા ખેડૂતો ખુશ થયા હતા.
ધ્રાંગડા ગામના ખેડૂતને 39 નંબરની મગફળીના રેકોર્ડ બ્રેક ભાવમળતા ખેડૂતો ખુશ
ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો પોતાની જણસો લઈ વેચવા આવતા હોય છે. ત્યારે ધ્રાંગડા ગામના મધુકાન્તભાઈ કેશુભાઇ ગડારા 39 નંબરની મગફળી આશરે સો મણ જેટલી વેચવા લાવ્યા હતા. ત્યારે તિરૂપતિ એન્ટરપ્રાઇઝના ચેતનભાઇ સોજીત્રા દ્વારા વેચાણ માટે મુકાતા શિવધારા એન્ટરપ્રાઇઝે રૂપિયા 1501 બોલી બોલી મગફળી ખરીદી કરતા મગફળીનો ઊંચો ભાવ બોલાયો હતો.
39 નંબરની મગફળીના ભાવ 1400થી 1500 બોલાઇ રહ્યા હતા, આજે રેકોર્ડ બ્રેક ભાવ થવા પામ્યા છે.