રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે અગાઉ ભારતીય કિસાન સંઘ અને માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકાર દ્વારા ખેડૂતોને એક માસની અંદર પાક વિમો આપવાની ખાત્રી આપવામાં આવી હતી. જે બાદ આ આંદોલન સમેટાયું હતું.
રાજકોટમાં પાક વીમા મુદ્દે કિસાન સંઘ ફરી મેદાને, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન - gujaratinews
રાજકોટઃ રાજકોટ કિસાન સંઘ દ્વારા બુધવારે ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અગાઉ કિસાન સંઘ અને યાર્ડના વેપારીઓ દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવ્યા હતા. તે દરમિયાન સરકાર દ્વારા એક માસમાં વીમો આપવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. જે હજુ સુધી પૂર્ણ થઈ નથી. ત્યારે મોટી સંખ્યામાં કિસાન સંઘના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરીએ એકઠા થયા હતા અને ભારે સૂત્રોચ્ચાર કરીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજકોટમાં પાક વીમા મુદ્દે કિસાન સંઘ ફરી મેદાને, જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદન
સરકાર દ્વારા આપવામાં આવેલો સમય પસાર થઈ ગયા છતાં હજુ પણ ખેડૂતોની માગ સ્વીકારમાં આવી નથી. ત્યારે બુધવારે જિલ્લા કિસાન સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી હતી.