ગોંડલના ભરૂડી પાસે કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય ગોળના જથ્થાને લઈ કોડીનાર, સુત્રાપાડા અને ઉનાના ખેડૂતોએ જનતા રેડ કરી હતી. કોલ્ડ સ્ટોરેજમાં યુપીના મુઝફરનગરથી આવેલ અખાદ્ય ગોળના જથ્થો સંઘરવામાં આવ્યો હોવાની ખેડૂતોએ શંકા પણ વ્યક્ત કરી હતી.
ગોંડલના ભરૂડી નજીક કોલ્ડ સ્ટોરેજમાં અખાદ્ય ગોળ પર ખેડૂતોની જનતા રેડ - કોલ્ડ સ્ટોરેજ
રાજકોટ નેશનલ હાઈવે ભરૂડી ગામ પાસે આવેલ કોલ્ડ સ્ટોરેજમાં કોડીનાર સુત્રાપાડા અને ઉનાળાના ખેડૂતોએ અખાદ્ય ગોળના જથ્થાને લઈ જનતા રેડ કરતા સનસનાટી મચી હતી. તાલુકા પોલીસ દોડી આવી હતી અને એફએસએલ વિભાગને તપાસ માટે બોલાવ્યા હતા.
ભરૂડી ટોલનાકા પાસે અજયરાજ હોટલની પાછળ આવેલ હિમાલય કોલ્ડ સ્ટોરેજમાં ઉત્તર પ્રદેશથી આવેલ અખાદ્ય ગોળના જથ્થાને સ્ટોરેજ રાખવામાં આવ્યો હોવાની બાતમીના આધારે બાલુ ગોહિલ (ગોળ એસોસિએશન પ્રમુખ કોડીનાર), પીવી રાઠોડ (નિવૃત પ્રિન્સિપાલ કોલેજ), હરિભાઈ રાઠોડ, રામસિંગભાઈ અને રાજેશભાઈ મહેતા સહિતના ખેડૂતોને સાથે રાખી જનતા રેડ કરી હતી.
આગેવાનો અને ખેડૂતો દ્વારા અખાદ્ય ગોળ બાબતે ગાંધીનગર કંટ્રોલરૂમને જાણ કરાઈ હતી. ગોંડલ તાલુકા પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. કોલ્ડ સ્ટોરેજમાં આશરે ટ્રક ભરાય તેટલો ગોળનો જથ્થો હોય અને તેમાં 25 ટ્રક જેટલો ગોળનો જથ્થો અખાદ્ય હોવાનું ખેડૂતોને શંકા હોય તાલુકા પોલીસ દ્વારા એફએસએલની ટીમને જાણ કરાઇ હતી. ઉપરોક્ત અખાદ્ય ગોળ આશરે રૂપિયા 75 લાખની કિંમતનો અને હિમાલય કોલ્ડ સ્ટોરેજ તાલાળા ધાવાગીરના વિવેકભાઈ પટેલનું હોવાનું જણાવ્યું હતું, તેમ છતાં ફૂડ એન્ડ ડ્ર્ગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં ન આવતા ખેડૂતોમાં રોષે ભરાયા હતા.