- કોલકી ગામના ખેડૂતનો 20 વીઘાનો મગફળીનો પાક નિષ્ફળ
- 10 વિઘામાં વાવેલી મગફળીના પાકને પશુઓને ચરવા માટે મુક્યો
- અન્ય 10 વિઘામાં વાવેલી મગફળીના પાકને સળગાવી હોળી કરી
રાજકોટઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામે આશરે 15000 વીધામાં અલગ-અલગ પ્રકારનાં પાકોના વાવેતરો કર્યા હતા. જેમાં 60% મગફળીના પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે અતિવૃષ્ટિ અને કમૌસમી વરસાદના કારણે મગફળીના પાકોને ભારે નુકશાન થયુ છે. કોલકીના ખેડૂતનો 20 વિઘા મગફળી પાક નિષ્ફળ જતા તેને સળગાવી દેવામાં આવ્યો છે.
મગફળી પાક નિષ્ફળઃ ઉપલેટાના કોલકી ગામના ખેડૂતે મગફળીની કરી હોળી ખેડૂતોએ મગફળીના પાકની કરી હોળી
હાલ દિવાળીનો તહેવાર હોવા છતા કોલકી ગામના ખેડૂતોએ દિવાળીની જગ્યાએ હોળી કરી હતી. ખેડૂતોએ મગફળીનું વાવેતર માટે મોંઘા ભાવે બિયારણ અને જંતુનાશક દવાઓનો છંટકાવ કર્યો હતો. પરંતું, કુદરતી આફતોને લીધે ખેડૂતો બેહાલ બન્યા છે. ત્યારે કોલકીના ખેડૂતનો 20 વિઘા મગફળી પાક નિષ્ફળ ગયો છે. આ ખેડૂતને માર્કેટીંગ યાર્ડમાં અને બજારમાં યોગ્ય ભાવો ન મળતાં 20 વીધાના મગફળીના વાવેતર માંથી 10 વિઘા મગફળીના વાવેતરમાં પશુઓને ચરવા મુકવામાં આવ્યા છે. જ્યારે 10 વિઘામાં મગફળીનો પાકની હોળી પ્રગટાવીને ખેડૂતો મગફળીની હોળીમાં પ્રદક્ષિણા પણ ફરી હતી, ગામના સરપંચ અને ખેડૂત સરકાર પાસે સહાયની માગ કરી રહ્યા છે.