રાજકોટ: હાલમાં ઇઝરાયેલમાં હમાસ આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો છે. જ્યારે ઈઝરાયેલ દ્વારા પણ હુમલાનો જવાબ આપવામાં આવી રહ્યો છે. જ્યાં હાલ યુદ્ધની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એવામાં ત્યાં ફસાયેલા ભારતીયોના પરિવારજનો હાલ ચિંતિત થયા છે. જ્યારે છેલ્લા 8 વર્ષ કરતા વધુ સમયથી રહેતી રાજકોટની સોનલ ગેડીયા પણ હાલ ઇઝરાયેલમાં છે. ત્યારે તેના પરિવારજનો રાજકોટના જામનગર રોડ પર રહે છે. ત્યારે સોનલના માતા સહિતના પરિવારજનો તાત્કાલિક આ યુદ્ધની પરિસ્થિતિ અટકે તેવી ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે.
Rajkot News: ઈઝરાયેલમાં રહેતી રાજકોટની સોનલે કહ્યું, "સરકાર અમારી સાથે છે, હાલ કોઈ ચિંતા જેવું નથી" - Rajkot
ઇઝરાયેલમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ફસાયેલ રાજકોટની યુવતીના પરિવારજનો ચિંતિત જોવા મળી રહ્યા છે. દીકરી છેલ્લા 8 વર્ષથી ઈઝરાયેલમાં નોકરી કરે છે. ત્યારે યુવતીની માતાનું કહેવું છે કે "હાલ અમારી દિકરી સાથે અમારે દરરોજ વાતચીત થાય છે એટલે અમને પણ ત્યાંની પરિસ્થિતિ અંગેની તમામ માહિતી મળી રહે છે".
Published : Oct 10, 2023, 8:29 AM IST
|Updated : Oct 10, 2023, 8:50 AM IST
સોનલ છેલ્લા 8 વર્ષથી ઇઝરાયેલમાં સ્થાયી: રાજકોટમાં રહેતા નિર્મળાબેન દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે "મારી દીકરી છેલ્લા 8 વર્ષથી ઈઝરાયેલ ખાતે નોકરી કરે છે. જ્યારે હાલમાં ત્યાંની પરિસ્થિતિ જોઈને મને પણ ચિંતા થઈ હતી. ત્યારબાદ અમે દીકરી સોનલનો સંપર્ક કર્યો હતો. ત્યારે તેને જણાવ્યું હતું કે અહીંયા હાલ કોઈ ચિંતા જેવું નથી. તેમજ અહીંની સરકાર દ્વારા અમને આ પરિસ્થિતિમાં બહાર નીકળવાની મનાઈ કરવામાં આવી છે એટલે અમે ઘરે જ સુરક્ષિત છીએ. જ્યારે અમારી દીકરી ત્યાં છે તો ચિંતા છે પરંતુ મોદી સરકાર દ્વારા પણ ઇઝરાયલને સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે અમને થોડી ચિંતા દૂર થઈ છે. હાલ અમારી દીકરી સાથે અમારે દરરોજ વાતચીત થાય છે એટલે અમને પણ ત્યાંની પરિસ્થિતિ અંગેની તમામ માહિતી મળી રહે છે".
સરકારની ઘરમાંથી બહાર નીકળવાની મનાઈ: નિર્મળાબેને વધુમાં જણાવ્યું હતું કે અમારી દીકરી ત્યાં આસપાસના વીડિયો અને ફોટો અમને મોકલે છે અને ત્યાંની પરિસ્થિતિનો અમને ખ્યાલ આવે છે. જ્યારે ઈઝરાયેલની સરકારનો પણ ખૂબ સારો સહયોગ છે. એટલે ત્યાં ભારતીયોને કાઈ વધુ મુશ્કેલી સર્જાય તેવી સ્થિતિ નથી. જ્યારે સોનલ ગેડીયાએ આજે પણ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેમને જણાવ્યું હતું કે ઈઝરાયેલ સરકાર દ્વારા હવે તેમને સખ્તપણે ઘરમાં જ રહેવાની સૂચના આપી છે. તેમજ જો તેઓ ઘરમાં રહેશે તો સરકાર પણ તેમની મદદ કરશે અને જો ઘરની બહાર જશે તો તેમને પણ આ યુદ્ધનો ભોગ બનવું પડશે. જ્યારે ઇઝરાયેલ સરકાર દ્વારા જે ઓન સૂચનાઓ હાલ આપવામાં આવી રહી છે તેનું અમે પાલન કરી રહ્યા છીએ.