ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના મોટી મારડ ગામમાં વરૂણદેવને રીઝવવા અખંડ રામધૂન કરી - Famers

રાજકોટ: સમગ્ર રાજ્યમાં ચોમાસામાંની સિઝનનો પ્રારંભ થાય તે પહેલાં જ ગુજરાતના ઘણાં વિસ્તારોમાં વાયુ વાવાઝોડાની માઠી અસરને લઈને ધોરાજી, ઉપલેટા, જેતપુર, સહિતના ઘણાં વિસ્તારોમાં મેઘરાજાનું આગમન જોવા મળ્યું હતું.જે બાદમાં ચોમાસાની ઋતુનો રાબેતા મુજબ પ્રારંભ થયો હોવા છતાં રાજ્યના ઘણાં વિસ્તારોમાં મેઘરાજાનું આગમન જોઈએ તેવું થવા પામ્યું ન હતું. તેથી રીઝવવા માટે ધોરાજીના મોટી મારડ ગામે ચિંતાતુર બનેલા ધરતીપુત્રો અને ગ્રામજનો દ્વારા અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના મોટી મારડ ગામમાં વરૂણદેવને રીઝવવા યોજાઇ અખંડ રામધૂન

By

Published : Jul 14, 2019, 2:57 PM IST

જેને પગલે ધોરાજી, ઉપલેટા, જેતપુર, સહિતના સૌરાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં ખેડૂતોએ વાયુ વાવાઝોડાના વરસાદમાં વાવણી કર્યા બાદ આજે એક મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ આ વિસ્તારમાં મેઘરાજાનું આગમન થયું નથી.

ત્યારે ગ્રામજનોએ રવિવારના રોજ ખેડૂતોએ વાવેતર કરેલ પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તેમ છતાં મેઘરાજા મન મૂકીને વરસતા નથી. જેમને રીઝવવા માટે ધોરાજીના મોટી મારડ ગામે ચિંતાતુર બનેલા ધરતીપુત્રો અને ગ્રામજનો દ્વારા અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

રાજકોટના મોટી મારડ ગામમાં વરૂણદેવને રીઝવવા યોજાઇ અખંડ રામધૂન

આ સાથે ભગવાનની પૂજા અર્ચના સાથે પ્રસાદના આયોજન સાથે સારા વરસાદની ભગવાન પાસે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

રાજકોટ જિલ્લાના ઘણાં તાલુકામાં ગતહ વર્ષે પણ દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે આ વર્ષે પણ ચોમાસાના પ્રારંભ સાથે જ દુષ્કાળના ડાકલા વાગતાની સાથે જ સમયસર સારા વરસાદનું આગમન ન થતાં ખેડૂતોની હાલત ખૂબ જ દયનીય અને ખરાબ થવાં પામી છે.

ABOUT THE AUTHOR

...view details