રાજકોટઃ દેશમાં કોરોના વાઈરસની મહામારીને લઈને 21 દિવસનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે પોલીસ પણ લૉકડાઉનને સફળ બનાવવા માટે 24 કલાક ખડેપગે જોવા મળી રહી છે. જેને લઈને રાજકોટમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ અને તપાસ કરવામાં આવી રહી છે.
લૉકડાઉન સમયે રાજકોટમાંથી નકલી પોલીસકર્મી ઝડપાયો - કોરોના વાઈરસ અપડેટ રાજકોટ શહેર
લૉકડાઉનના સમયમાં પોલીસ પોતાની જવાબદારી પૂરી નિષ્ઠાથી નિભાવી રહી છે. તો બીજી બાજુ રાજકોટમાંથી એક નકલી પોલીસકર્મી ઝડપાયો છે.
લૉકડાઉન સમયે રાજકોટમાંથી નકલી પોલીસકર્મી ઝડપાયો
તો બીજી બાજુ રાજકોટમાંથી એક નકલી પોલીસકર્મી ઝડપાયો છે. રાજકોટના પુનિતનગરમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વાર્ટરમાં રહેતા હિતેન્દ્રસિંહ ગજુભા જાડેજા, 45 વર્ષના આ આધેડ ગુજરાત પોલીસનું લોગોવાળું ટીશર્ટ પહેરીને નીકળ્યા હતા. તે દરમિયાન ચેકીંગમાં રહેલા પોલીસ દ્વારા આ ઈસમને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.