ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન દરમિયાન રાજકોટમાંથી ઝડપાયો નકલી પોલીસ જવાન - લોકડાઉન

કોરોના વાઈરસના કારણે દેશ આખો 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. ત્યારે લોકો બહાર જવા માટે આવનવા હથકંડા અજમાવતા હોય છે. રાજકોટમાં પોલીસે આવા જ એક ફેક પોલીસ જવાનને ઝડપી લીધો હતો.

Fake policeman arrested from Rajkot during lock down
લોકડાઉન સમયે રાજકોટમાંથી ઝડપાયો નકલી પોલીસ મેન

By

Published : Apr 11, 2020, 12:00 PM IST

રાજકોટઃ કોરોના વાઈરસની મહામારીને લઈને ભારતમાં 21 દિવસનું લોકડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં લોકડાઉન સમયે નકલી પોલીસ મેન ઝડપાયો છે.

રાજકોટના સ્પેશિયલ ગ્રૂપ ઓપરેશન દ્વારા હાલ પેટ્રોલીંગ શરૂ હોય જે દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીથી જૂના માર્કેટિંગ યાર્ડ તરફ જતા પુલ નજીક રસ્તા પર આરોપી નરેન્દ્ર ખુમાનસિંહ જાડેજા નામનો યુવાન પોલીસનો યુનિફોર્મ પહેરીને ત્યાંથી પસાર થતા વાહનોને પોતે પોલીસમાં હોવાની ઓળખ આપીને વાહન ચેકીંગ કરતો હતો. આ સમગ્ર મામલાની જાણ એસઓજીને થયા તેના દ્વારા નકલી પોલીસની મેનની ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, યુવાનની પ્રાથમિક તપાસમાં તે અગાઉ ટ્રાફિકમાં વોર્ડમાં ફરજ બજાવી ચૂક્યો છે. રાજકોટના કુવાડવા ગામનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. હાલ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા આ યુવાન વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details