રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે સાતમ આઠમના તહેવાર નિમિતે લોકમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. આ મેળા દરમિયાન વહીવટી તંત્રની પણ દર વર્ષે લાખોની આવક થાય છે. જેને લઈને આ વર્ષે પણ રાજકોટમાં લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેને મલ્હાર નામ આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાને મુખ્યપ્રધાનના હસ્તે ખુલ્લો મુકાશે
રાજકોટઃ જિલ્લાના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આગામી 22 ઓગષ્ટથી 26 ઓગષ્ટ સુધી લોકમેળો યોજાનાર છે. ત્યારે સાતમ આઠમના તહેવાર દરમિયાન રાજકોટમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટા યોજાનાર લોકમેળાનું રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
મુખ્યપ્રધાન
રાજકોટમાં યોજાનાર મેળા પહેલા રાઈડ્સ સંચાલકોમાં નિયમોને લઈને વિવાદ જોવા મળ્યો હતો પરંતુ તંત્ર દ્વારા રાઇડ્સના નિયમો હળવા કરતા રાઇડ્સ સંચાલકોને રાહત થઈ હતી. જેને લઈને આગામી 22 ઓગષ્ટથી 26 ઓગષ્ટ સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મલ્હાર મેળો યોજાનાર છે. આ મેળામાં તમાકુ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે મેળા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે.