મેમો બનાવવાનુ કૌભાંડ છેલ્લા દોઢ વર્ષથી ચલાવવામાં આવતું હતું. તેમજ અરજદારોને આપવામાં આવેલા મેમોની રકમ ઓછી ભરવા માટે આ પ્રકારની પહોંચનો ઉપયોગ થતો હતો. ઈસમો RTO ખાતે મેમો ભરવા આવતા હોય ત્યારે તેમને ઓછો દંડ ભરવો પડશે તેમ કહીને આ ડુપ્લીકેટ પહોંચ આપતા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આ પ્રકારની ડુપ્લીકેટ પહોચનો ઉપયોગ કરતા હોવાનું પણ ઇસમોની પૂછપરછમાં સામે આવ્યું હતુ.
રાજકોટમાં RTOની બોગસ પહોંચ બનાવી વાહન છોડાવવાનું કૌભાંડ આવ્યું સામે
રાજકોટઃ શહેરમાં RTOની નકલી બોગસ પહોંચ બનાવવાનું કૌભાંડ સામે આવ્યુ છે. રાજકોટ RTOમાં પોલીસ દ્વારા આપવામાં આવતા મેમોની બોગસ પહોંચ બનાવતા ઈસમોને ઝડપી પાડયા છે. આ મામલે SOGએ 6 લોકોની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌંભાંડ આરોપીઓની પુછપરછ કરતા સામે આવ્યું હતુ.
રાજકોટ RTOમાં વાહન છોડાવાનું કૌભાંડ ઝડપાયું
હાલ પોલીસે આરોપીઓ પાસેથી બોગસ પહોંચ, પ્રિન્ટર, લેપટોપ તેમજ ડુપ્લિકેટ સિક્કા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતા. ઈસમો દ્વારા કુલ કેટલા રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું છે. તે દિશામાં પોલીસ આગળ વધી રહી છે.