ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં સેવા આપતી નર્સના અનુભવો જાણો - Rajkot Civil Hospital

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં નર્સ સ્ટાફ સાચા અર્થમાં કર્મયોગીઓ તરીકે કામ બજાવી રહ્યો છે. રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં અવિરત સેવા કરતી નર્સ કૈલાસબેન રાઠોડ તેઓ 6 વર્ષની પુત્રીને ઘરે મુકીને કોરાનાના દર્દીઓની સારવાર માટે ફરજ બજાવી રહ્યા છે. જાણો તેમના અનુભવ...

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં  કોરોનામાં સેવા આપતી નર્સના અનુભવો
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં સેવા આપતી નર્સના અનુભવો

By

Published : Oct 24, 2020, 10:34 AM IST

  • 102 જેટલી નર્સો થઇ હતી સંક્રમિત
  • નર્સ કર્મયોગીઓ તરીકે કરી રહી છે કામ
  • રાજકોટ કોવિડ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સેવા કરતી નર્સના અનુભવો

રાજકોટઃ " કોરાનાની મહામારીમાં મારા માટે ઘર - પરિવાર પછી, પહેલા મારે મારી ફરજ પ્રત્યે સમર્પિત થવાનું છે. હું થોડા દિવસ મંદિરે ન જઇ શકુ તો ચાલશે કારણ કે, અત્યારના સમયમાં હોસ્પિટલ એ જ મારું મંદિર છે, દર્દી મારા ભગવાન છે. તેમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે.’’ આ શબ્દો રાજકોટની પીડીયુ કોવિડ હોસ્પિટલમાં અવિરત સેવા કરતી નર્સ કૈલાસબેન રાઠોડના છે. તેઓ 6 વર્ષની પુત્રીને ઘરે મુકીને કોરાનાના દર્દીઓની સારવાર માટે ફરજ બજાવી રહ્યા છે.

દર્દીઓની સારવાર દરમિયાન 102 જેટલી નર્સ થઈ હતી સંક્રમિત

રાજકોટ કોવિડ હોસ્પિટલમાં નર્સ બહેનો સાચા અર્થમાં કર્મયોગીઓ તરીકે કામ કરી રહી છે. આ બહેનો કહે છે કે, કોરાના દર્દીઓ અમારા માટે ભગવાન સમાન છે. અમને ઇશ્વરે સેવા કરવાની તક આપી છે, તે મોટી વાત છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં 550 થી બહેનો નર્સિગ સ્ટાફમાં સેવા આપી રહી છે. દર્દીઓની સેવા અને સારવાર કરતા 102 જેટલી નર્સિગ સ્ટાફની બહેનો પણ સંક્રમિત થયેલી છે. હાલ સ્વસ્થ થઇ ફરી સેવામાં લાગી ગઇ છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં સેવા આપતી નર્સના અનુભવો
કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સનો અનુભવકોવિડના વોર્ડમાં સેવા આપતા લક્ષ્મીબેન નસીત કહે છે કે, હું 30 વર્ષથી સેવા આપું છુ, કોવિડમાં શરૂઆતથી સેવા આપું છું. તેમાં રાઉન્ડ મુજબ કામ કરવાનું હોય છે. તેઓ પ્રતિભાવ આપતા કહે છે કે મને આ કામ કરવાનો આનંદ છે. ઘર અને હોસ્પિટલ બંને સંભાળીએ છીએ. દર્દીઓ અમને નારાયણ સ્વરૂપે દેખાય છે. અમદાવાદમાં પણ કોવિડમાં સેવા આપેલી છે. તેવા બીજા એક નર્સ ભાનુબેન લુણાગરીયાએ કહે છે કે, અમે દર્દીઓની સારીમાં સારી સેવા થાય તેવા પ્રયાસો કરીએ છીએ. ભાનુબેનના સાસુ પણ કોવિડ હોસ્પિટલમાં બીજા વોર્ડમાં દાખલ કરેલા છે. છતા પણ તેઓએ સેવા અવિરત ચાલુ રાખી છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનામાં સેવા આપતી નર્સના અનુભવો
કોરાના વોર્ડમાં જવાબદારી વાળુકામ

કિંજલ અશ્વિનભાઇએ કહ્યું કે, કોરોનામાં દર્દીઓ પાસે તેમના સ્વજનો હોતા નથી એટલે અમારે તેમને માનસિક સધિયારો આપવાનો છે, તે કામ અમે કરીએ છીએ. જમવાથી માંડીને દર્દીને બધી જ મદદ અમે કરીએ છીએ. ઘરે પણ નાના ભાઇ બહેનોને ચેપ ન લાગે તે માટે તકેદારી રાખીએ છીએ. આ જ હોસ્પિટલના અન્ય નર્સ શાંતિબેન મકવાણા કહે છે કે કોરાના વોર્ડમાં કામગીરી વધારે જવાબદારીવાળી હોય છે. દર્દી સાથે કોમ્યુનિકેશનથી માંડી તેમની દૈનિક બધી જ સંભાળ રાખીએ છીએ. દર્દીઓના અમને સારા આશીર્વાદ મળે છે. શાંતિબેન દર્દીઓની સેવા કરતા સંક્રમિત થયા હતા. 14 દિવસ ક્વોરેન્ટાઇન રહી ફરી સેવામાં જોડાઇ ગયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દી નારાયણની સેવારત નર્સના અનુભવો

ABOUT THE AUTHOR

...view details