રાજકોટ : જિલ્લામાં જૂન માસ દરમિયાન પણ જાહેરનામાનું કડક પાલન કરવાનું રહેશે. સરકાર દ્વારા નવુ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જે મુજબ શહેર અને તાલુકાના ગામડાઓમાં કોઈપણ જગ્યાએ ચારથી વધુ લોકો એકઠા થઈ શકશે નહીં. આ ઉપરાંત સભા - સરઘસ કે મેળાવડા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં માત્ર 50 લોકો જ એકઠા થઇ શકશે.
રાજકોટ : જાણો અનલોક-1માં જિલ્લાને મળેલી છૂટ છાટ વિશે - કોરોના
રાજ્યમાં લોકડાઉન-5 આવતાની સાથે જ જિલ્લામાં સિટી બસ સેવા ફરી શરૂ થઈ છે. ઉપરાંત બજારો અને દુકાનો ખુલવા પામી છે. મોલ, હોટેલ-રેસ્ટોરન્ટ, ભોજનાલય અને ધાર્મિકસ્થળોને પણ 8 મેથી ખોલવાની પરવાનગી અપાઇ છે.
![રાજકોટ : જાણો અનલોક-1માં જિલ્લાને મળેલી છૂટ છાટ વિશે અનલોક-1ને લઈને જિલ્લામાં મળેલ છૂટ છાટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7467241-thumbnail-3x2-nare.jpg)
આ ઉપરાંત જો અનલોક-1 ની છુટછાટમાં સવારથી સાંજના 7 કલાક સુધી બજારો ખુલ્લી રાખી શકાશે, ત્યારબાદ રાત્રીના 9થી સવારના 5 કલાક દરમિયાન સંપૂર્ણ જનતા કરફ્યુ રહેશે તે દરમિયાન કોઇ ઘરની બહાર નીકળી શકશે નહીં. છુટછાટને પગલે હાઇવે પર અને શહેરોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે. હાઇવે પર આકસ્મિક બનાવો પણ વધ્યા છે. ઘણા મોટા ઉદ્યોગો - કારખાનાઓમાં સેનેટાઈઝર મશીનો મુકવામાં આવ્યા છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ સાથે લોકો કામ કરે છે.
જિલ્લાના શહેરોમાંથી એસ.ટી.બસની પણ સુવિધાઓ ચાલુ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી બંધ રહેલી RTO ઓફીસ આજે 4 જૂનને ગુરુવારથી શરૂ થશે. સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે આરટીઓ કચેરી બહાર સફેદ રંગથી એક મીટરના અંતરે ગોળ સર્કલ બનાવવામાં આવ્યા છે અને વાહનોના લાઇસન્સ, ટેક્સ ચૂકવણું, દંડની વસૂલાત, ડ્રાઈવિંગ ટેસ્ટ સહિતની આરટીઓ સંબંધિત તમામ કામગીરી સોશિયલ ડિસ્ટન્સ, થર્મલ સ્કેનિંગ સહિતના નિયમો સાથે શરૂ કરી દેવામાં આવશે. મહત્વનું છે કે શનિવાર અને રવિવારે પણ આરટીઓ કચેરી ખુલ્લી રહેશે.