રાજકોટ: વિશ્વમાં કોરોના વાઇરસનો પ્રકોપ વધતા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ સમય દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કૉલેજોમાં વર્ષ 2019-20માં યોજાનારી વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા શરૂ હતી. જેમાં મોટાભાગના પેપર લેવામાં આવ્યા હતા. જ્યારે બે કે તેથી વધારે વિષયોના પેપર બાકી હતા અને દેશમાં લોકડાઉન જાહેર થયું હતું. જેને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લોકડાઉનના કારણે આ પરીક્ષા પછી લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
કોરોના કહેર: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 25 જૂને યોજાનારી પરીક્ષા મોકૂફ - કોરોના કહેર
કોરોનાના કેસનું સંક્રમણ વધતા ફરી એકવાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 25 જૂને યોજાનારી પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે.
ત્યારે આગામી 25 જૂનના રોજ ફરી આ પરીક્ષાઓ યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ વર્તમાન સમયમાં હાલ કોરોનાના કેસનું સંક્રમણ વધતા ફરી યુનિવર્સિટી દ્વારા 25 જૂને યોજાનારી પરીક્ષાને મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે સ્નાતક, અનુસ્નાતક અને અન્ય સંબંધિત કોર્ષની અંતિમ સેમેસ્ટરની જે ઓનલાઈન શક્ય હતી તે ફક્ત પ્રોજેકટ, વાઈવા, ડેઝેટેશન પરીક્ષાઓ ઓનલાઈન લેવાની વિવિધ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 25 જૂને યોજાનારી પરીક્ષાનો પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે કેટલાક વિદ્યાર્થી સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.