રાજકોટ: રાજકોટમાં પ્રેમ સંબંધ મામલે યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના કોઠારીયા રણુજા વિસ્તારમાં રહેતા યુવક પર તેની પૂર્વ પ્રેમિકા અને હાલના પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જેમાં યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જ્યારે આ યુવાનનું સારવાર દરમ્યાન મોત થયું છે. યુવાનનું મોત થતા ગુનો હત્યામાં ફેરવાયો છે. હાલ સમગ્ર મામલે રાજકોટ આજીડેમ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ પ્રેમિકાએ યુવકને પ્રેમી સાથે મળી કરી હત્યા મૃતક ચલાવતો હતો સ્કૂલ વેન:સમગ્ર મામલાની વાત કરીએ તો હિરેન જાદવ અને તેના મિત્ર સહિતના લોકો રણુજા મંદિર નજીક સોમનાથ સોસાયટી પાસે પોતાની પૂર્વ પ્રેમિકાના જ્યોત્સના ઘર નજીક હતા તે દરમિયાન જ્યોત્સના અને તેનો પ્રેમી પરસોત્તમ ઉર્ગ ગુગા સહિતના લોકો વચ્ચે મારામારી સર્જાઈ હતી. આ બન્ને પક્ષે એકબીજા પર છરી વડે હુમલો થયો હતો. જે મામલે બન્ને પક્ષ દ્વારા સામસામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ઘટનામાં હિરેન જાદવને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યા તેનું મોત થયું છે.
આ પણ વાંચોAhmedabad crime news: ઉત્તરાયણના તહેવારની સાંજે હવેલી વિસ્તારમાં ખેલાયો ખૂની ખેલ
પ્રેમ સંબંધ તોડી યુવતી અન્ય યુવક સાથે રહેતી:મૃતક યુવક હિરેન જાદવના મિત્રના જણાવ્યા મુજબ, હિરેન સ્કૂલ વેન ચલાવતા હતો અને તેના જ્યોત્સના નામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. જોકે થોડા સમય પહેલા જ્યોત્સના સાથે તેને પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો. આ બાદ જ્યોત્સનાએ પરસોત્તમ નામના યુવક સાથે મૈત્રી કરાર કર્યા હતા અને તેની સાથે રહેતી હતી. હિરેનને આ બાબત પસંદ ન હોવાથી બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી. ઉત્તરાયણની સાંજે હું અને હિરેન જ્યોત્સનાના ઘર પાસેથી જતા હતા. આ દરમિયાન તે અને તેનો પ્રેમી પુરુષોત્તમ ત્યાં આવી પહોચ્યા.
આ પણ વાંચોStatewide Cyber Racket: સુરત ખટોદરા પોલીસ દ્વારા રાજય વ્યાપી સાયબર રેકેટ કરનાર આરોપીની ધરપકડ
અનૈતિક સંબંધો રાખવા કરાયું હતું દબાણ:આ મામલે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જ્યોત્સનાને તેના પૂર્વ પ્રેમી હિરેન જાદવ દ્વારા વારંવાર પોતાની સાથે અનૈતિક સંબંધો રાખવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. જેના કારણે તેના વર્તમાન પ્રેમી એવા પરસોત્તમ ઉર્ફ ગુગા વચ્ચે માથાકૂટ ચાલતી હતી. જે મામલે ઉત્તરાયણની સાંજે પણ આ મામલે બન્ને વચ્ચે બબાલ થઈ હતી. જેમાં એકબીજા પર છરી વડે હુમલો થયો હતો. ત્યારે સારવારમાં રહેલા પૂર્વ પ્રેમી એવા હિરેનનું મોત થયું હતું. જે મામલે હવે આ ગુન્હો હત્યામાં પલટાયો હતો. ત્યારે આ મામલે આજીડેમ પોલીસે વધુ સારવાર હાથધરી છે.