ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના 17મા ભાવિ રાજવી સાથે ETVની ખાસ વાતચીત, જુઓ શું કહ્યું? - માંધાતાસિંહજીનું રાજ્યાભિષેક

રાજકોટ: શહેરના 17મા રાજવી તરીકે માંધાતાસિંહજીનો રાજ્યાભિષેક થવાનો છે. આગામી તારીખ 27થી 30 સુધી અતિ ભવ્યથી ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે, ત્યારે ખાસ કરીને ઇટીવી ભારત સાથે રાજકોટના ભાવિ રાજવી માંધાતાસિંહ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.

રાજકોટ
etv bharat

By

Published : Jan 22, 2020, 2:47 PM IST

Updated : Jan 22, 2020, 3:10 PM IST

રાજકોટમાં યોજાનાર રાજતિલકના કાર્યક્રમની રૂપરેખા આપી હતી. જ્યારે તેમના પિતાશ્રી મનોહરસિંહજીના રાજકોટની જનતા માટેના સત્કાર્યો તેમજ તેમની મનની વાત અંગે પણ માંધાતાસિંહજીએ ઇટીવીને જણાવી હતી. ઉલ્લેખનીય છે કે, 17માં રાજનો રાજ્યાભિષેક ઐતિહાસિક બની રહે તે માટે તલવાર રાસ રમી વર્લ્ડરેકોર્ડ પણ કરવામાં આવનાર છે. જ્યારે વિન્ટેજ કારની નગરયાત્રા પણ યોજાશે. આ મહોત્સવમાં ભારતભરના અલગ અલગ રાજવી પરિવારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પણ આમંત્રણ પાઠવામાં આવ્યું છે.

રાજકોટના 17માં ભાવિ રાજવી
Last Updated : Jan 22, 2020, 3:10 PM IST

ABOUT THE AUTHOR

...view details