રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા 'રેવા' ફિલ્મના ડાયરેક્ટર સાથે ઇટીવીની ખાસ વાતચીત - ETV exclusive interview
રાજકોટઃ ગુજરાતી ફિલ્મ 'રેવા' ને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે ત્યારે આ ફિલ્મના ડાયરેક્ટર સાથે ઈટીવી ભારત દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી હતી. તો ચાલો જાણીએ આ ફિલ્મના ડીરેક્ટર વિનીત કનોજિયાનીએ જણાવેલી રોચક વાતો...
etv exclusive interview
આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયા દ્વારા ડાયરેક્ટર કરવામાં આવી છે. વિનીત કનોજિયાએ ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું કે, 'રેવા' ફિલ્મને જ્યારે નેશનલ એવોર્ડ મળ્યો તે વાત પર વિશ્વાસ આવતો ન હતો, પરંતુ જ્યારે નેટ પર ચેક કર્યું પછી વિશ્વાસ આવ્યો હતો. 'રેવા' ફિલ્મ જાણીતા લેખક ધ્રુવ ભટ્ટની વર્ષ 1998માં આવેલી ગુજરાતી નવલકથા 'તત્વમિસ' પરથી બનાવવા આવી છે. અમારી આ ફિલ્મને નેશનલ એવોર્ડ મળશે તે વાત અમે સપનામાં પણ વિચારી ન હતી.