ગુજરાત

gujarat

ETV Bharat / state

Etv BHARAT IMPACT: રાજકોટમાં જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો, કોર્પોરેશન કરશે સર્વે

રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં 400 કરતાં વધુ આવાસો યોજનાના મકાનો આવેલા છે. જ્યારે અહીંયા 2000 કરતાં વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. ખરેખરમાં આ આવાસોનું નિર્માણ 1998માં કરવામાં આવ્યું હતું તેને પગલે ETV BHARAT દ્વારા આ આવાસોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આવાસો ખરેખરમાં જર્જરીત હાલતમાં છે.

Etv BHARAT IMPACT: રાજકોટમાં જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો, કોર્પોરેશન કરશે સર્વે
Etv BHARAT IMPACT: રાજકોટમાં જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો, કોર્પોરેશન કરશે સર્વે

By

Published : Jun 26, 2023, 3:44 PM IST

જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો

રાજકોટ:તાજેતરમાં જ જામનગર જિલ્લામાં એક જર્જરીત ઇમારતો તૂટી પડવાની ઘટના સામે આવી હતી. જેને લઇને તંત્રની કામગીરી ઉપર સવાલો ઊભા થયા હતા, જ્યારે આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા. એવામાં રાજકોટમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી અલગ અલગ વિસ્તારમાં આવાસો અને બિલ્ડીંગો જર્જરિત જોવા મળી રહી છે પરંતુ તંત્ર આ આવાસો અને બિલ્ડિંગોને માત્ર નોટિસ પાઠવીને સંતોષી માની રહ્યું છે. એવામાં ETV BHARAT દ્વારા રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં આવેલા જર્જરિત આવાસો મામલે અહેવાલ રજૂ કર્યો હતો. જેને પગલે રાજકોટ કોર્પોરેશન દ્વારા હવે ગોકુળધામ વિસ્તારના આવાસોને સર્વે હાથ ધરશે અને જરૂર જણાય તો આ આવાસોને ખાલી કરવા માટેની સ્થાનિકોને નોટિસ પણ આપશે.

જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો

276 આવાસોને માત્ર કામચલાઉ નોટિસ અપાઈ:રાજકોટના ગોકુળધામ વિસ્તારમાં 400 કરતાં વધુ આવાસો યોજનાના મકાનો આવેલા છે. જ્યારે અહીંયા 2000 કરતાં વધુ લોકો વસવાટ કરી રહ્યા છે. એવામાં રાજકોટ કોર્પોરેશન દ્વારા પ્રિમોન્સૂનની કામગીરી અંતર્ગત આ વિસ્તારમાં 276 જેટલા આવાસોને માત્ર કામ ચલાવ નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે ખરેખરમાં આ આવાસોનું નિર્માણ 1998માં કરવામાં આવ્યું હતું તેને પગલે ETV BHARAT દ્વારા આ આવાસોની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સામે આવ્યું હતું કે આવાસો ખરેખરમાં જર્જરીત હાલતમાં છે. તેમજ 25 વર્ષ જૂનું બાંધકામ હોવાથી તેમાંથી પ્લાસ્ટર પણ ખરી ગયા છે અને આવાસોના ઉપરના માળે છત પર દીવાલો પણ નથી. ત્યારે જો ભારે વરસાદ અથવા વાવાઝોડું આવે તો આ આવાસો પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેને પગલે રાજકોટ કોર્પોરેશન જાગ્યું હતું અને ફરીથી આ આવાસ યોજનાનો સર્વે કરવાની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે.

જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો

જર્જરિત ઇમારતોનો સર્વે:આ મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં જે પણ જર્જરિત આવાસોના પ્રશ્નો છે તે ખૂબ જ ગંભીર પ્રશ્ન છે. જ્યારે આ જર્જરિત આવાસો મામલે તમામ વોર્ડના સીટી એન્જિનિયર અને વિવિધ ખાતાના અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી.જેમાં આ મામલે વિગતવાર ચર્ચા કરાઇ હતી. ત્યારે આવાસો જો કોર્પોરેશન હસ્તક હશે અથવા અલગ અલગ હાઉસિંગ બોર્ડ હસ્તકના હોય અથવા ખાનગી હોય આ તમામ આવાસ યોજનાઓનો સર્વે કરીને જો જરૂર જણાય તો કાયદેસરની કાર્યવાહી કરીને તેમને નોટીસ આપવામાં આવશે અને ખાલી કરવાની પણ નોટિસો આપવામાં આવશે. આ સાથે જ રાજકોટના 70 કરતાં વધુ મુખ્ય માર્ગો ઉપર આવેલા જર્જરીત ઇમારતો અને આવાસોને પણ આઇડેન્ટી ફાય કરવામાં આવશે અને તેને પણ જો દૂર કરવાની જરૂર જણાશે તો તે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

જર્જરિત આવાસો મામલે તંત્રની કામગીરી ઉપર સવાલો
  1. Rain in North India: હિમાચલમાં પહાડ ધોવાયો ત કેદારનાથ યાત્રા પ્રભાવિત થઈ, ઉત્તર ભારતમાં વરસાદનું રોદ્ર સ્વરુપ
  2. Jaipur airport: પાયલટે દિલ્હીથી જયપુરમાં ફ્લાઇટ ડાયવર્ટ કરી, કહ્યું ડ્યુટી અવર પૂરો થયો
  3. Delhi Crime: ગુજરાતનો વેપારી દિલ્હીમાં લૂંટાયો, બંદૂકની અણી પર લાખો રુપિયાની તફડંચી

ABOUT THE AUTHOR

...view details