ગુજરાત

gujarat

ETV Bharat / state

મોજશોખ પૂરા કરવા એન્જીનીયરિંગના વિદ્યાર્થીઓ ચડ્યા ચોરીના રવાડે

રાજકોટઃ રાજકોટની તાલુકા પોલીસે બે એન્જિનીયરીંગના વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે. ઝડપાયેલા બંને વિદ્યાર્થીઓ રાજકોટમાં હોસ્ટેલ તેમજ રૂમ રાખીને રહે છે. જેમણે પોતાના મોજશોખ પૂરા કરવા માટે બુલેટની ચોરી કરી છે. પોલીસે ઝડપાયેલા આ બંને ઇસમો પાસેથી કુલ ચાર બુલેટ કબ્જે કરવામાં આવ્યા છે. હાલ પોલીસે બંને ઇસમોની વધુ પૂછપરછ કરી છે.

મોજશોખ કરવા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ ચડ્યા ચોરીના રવાડે

By

Published : May 14, 2019, 3:04 PM IST

રાજકોટમાં વિદ્યાર્થીઓ પોતાના મોજશોખ પૂરા કરવા ચોરીના રવાડે ચડ્યા હોવાની ઘટના સામે આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં હોસ્ટેલ તેમજ રૂમ ભાડે રાખીને રહેતા ભરત ગોવિંદભાઇ ચાવડા અને કુલદિપ દુદાભાઇ કારાવદરા નામના એન્જીનિયરીંગના વિદ્યાર્થીઓ શહેરના નવા 150 ફૂટ રીંગરોડ પરથી ચોરેલા બુલેટ સાથે ઝડપાયા હતા.

આ સમગ્ર ઘટનાને લઇને પ્રાથમિક પૂછપરછમાં બંનેએ રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાંથી કુલ 4 જેટલા બુલેટ બાઈકની ચોરી કર્યાનું ખુલ્યું છે. બંને વિદ્યાર્થીઓએ પોતાના મોજશોખ પૂરા કરવા માટે ચોરીના રવાડે ચડ્યા હોવાનું જણાવ્યું હતું. જેને લઇને હાલ રાજકોટ તાલુકા પોલીસે આ મામલે આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મોજશોખ કરવા એન્જીનીયરીંગના વિદ્યાર્થીઓ ચડ્યા ચોરીના રવાડે

ABOUT THE AUTHOR

...view details