રાજકોટમાં લોકસભા બેઠક માટેની ચૂંટણી કામગીરી 11,000 કરતા વધારે અધિકારી અને કર્મચારીઓ રોકાયેલા છે. જેને લઈને આ કર્મચારીઓ લોકશાહીના પર્વમાં મતદાન કરવાનું બાકી ન રહી જાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા આજે તેમની તાલીમ સાથે મતદાનની પ્રક્રિયા હાથ ધરી હતી.
રાજકોટમાં ચૂંટણી ફરજ બજાવતા કર્મચારીઓએ મતદાન કર્યું - Employees
રાજકોટઃ રાજ્યમાં 23 એપ્રિલના રોજ મતદાન થવાનું છે, ત્યારે 2019ની ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા આજે રાજકોટમાં મતદાન સાથે ખાસ તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે રાજકોટની વિરાણી હાઇસ્કુલમાં કુલ 262 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
rajkot
જેમાં 262 જેટલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ સાથે જ રાજકોટ 10 લોકસભા બેઠક પર ફરજ બજાવનાર કર્મચારીઓ અને અધિકારીઓની તાલીમ પણ યોજવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ રાજકોટની વિરાણી હાઇસ્કુલ ખાતે યોજવામાં આવ્યો હતો.