- સૌરાષ્ટ્ર યુનિ.માં દારૂની બોટલ સાથે ફરતા કર્મચારીને કરાયો સસ્પેન્ડ
- યુનિવર્સીટીમાં આ વર્તનથી શિક્ષણવિદોમાં રોષ
- ઘટના અંગે આપ્યા તપાસના આદેશ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થોડા દિવસો અગાઉ એક કર્મચારી હાથમાં દારૂની બોટલ લઈને કેમ્પસમાં આંટા મારી રહ્યો હોય તેઓ ફોટો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના કર્મચારી હિતેશ આરદેશણાના આ વર્તનથી શિક્ષણવિદોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે યુનિવર્સિટી કેમ્પલ્સમાં મહેફિલો પણ થતી હોવાની પણ પ્રશ્નો સામે આવ્યા હતા. સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. જ્યારે હાલ આ કર્મચારીને યુનિવર્સિટી દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.જ્યારે આ મામલે તપાસ કરવામાં આવતાં યુનિવર્સિટી કેમ્પલ્સ માંથી દારૂની ચારથી પાંચ જેટલી ખાલી બોટલો પણ મળી આવી હતી. ત્યારે આ સમગ્ર મામલે યુનિવર્સિટી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.