ગુજરાત

gujarat

ETV Bharat / state

શુ કરવું છે અને શું કરવું પડશે? વિચારો વચ્ચે અટકતું વ્યક્તિત્વ: ઇમોશનલ લેબર

ઘણી બાબતો વ્યક્તિના જીવનમાં એવી હોય છે. જેમાં તેને કરવું હોય છે કઈક અલગ અને સમય, સંજોગ, પરિસ્થિતિને કારણે તેને કઈક અલગ કરવું પડે છે. જેને લઇને આ વિચારો વચ્ચે વ્યક્તિને અટકવું પડે છે. જે ઇમોશનલ લેબર તરીકે ઓળખાય છે.

By

Published : Aug 9, 2021, 2:13 PM IST

શુ કરવું છે અને શું કરવું પડશે? વિચારો વચ્ચે અટકતું વ્યક્તિત્વ: ઇમોશનલ લેબર
શુ કરવું છે અને શું કરવું પડશે? વિચારો વચ્ચે અટકતું વ્યક્તિત્વ: ઇમોશનલ લેબર

  • શુ કરવું છે અને શું કરવું પડશે? વિચારો વચ્ચે અટકતું વ્યક્તિત્વ: ઇમોશનલ લેબર
  • ઇમોશનલ લેબર એટલે શું
  • હાલમાં ઈમોશનલ લેબરનું પ્રમાણ વધ્યું

રાજકોટ:ઇમોશનલ લેબર એટલે કે "મારે શું કરવું છે અને શું કરવું પડશે" વચ્ચે ખોવાતું વ્યક્તિનું અસલ વ્યક્તિત્વ એટલે ઇમોશનલ લેબર વિશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની ભટ્ટ કર્તવી અને ડો.ધારા આર.દોશી જણાવે છે કે, પોતાના અસલ આવેગોને છુપાડી ખોટા ભાવ વ્યક્ત કરવા એટલે ઈમોશનલ લેબર જ્યારે કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓને સાચા અર્થમાં વ્યક્ત ના કરતા અન્યોની ઈચ્છા મુજબ ભાવ વ્યક્ત કરવા પડે ત્યારે તેને ઈમોશનલ લેબર કહેવામાં આવે છે.

ઇમોશનલ લેબરનું પ્રમાણ વધ્યું

હાલના સમયે ઈમોશનલ લેબરનું પ્રમાણ વધ્યું છે. તેની પાછળ ઘણાં કારણો જવાબદાર છે. જેમ કે, સતત ઘરમાં રહેવાનું હોવાથી, બેરોજગારીનું વધતું પ્રમાણ, વધતું સામાજિક અંતર, વધતી જતી અપેક્ષાઓ છે.

ઘરમાં ઇમોશનલ લેબર

બાળકોને આજે જ્યારે સતત ઘરમાં રહેવાનું થયું છે. ઘરે રહીને જ ઓનલાઇન અભ્યાસ કરવાનો હોય છે, ત્યારે બાળકો જે સમય પોતાના સમવયસ્કો સાથે પસાર કરતા હતા અને પોતાના બાળપણને જીવતા હતા. તેની બદલે સતત ઘરમાં રહેવાનું થયું છે, ત્યારે ક્યાંકને ક્યાંક બાળકો પણ ઈમોશનલ લેબરનો ભોગ બન્યા છે. ઘરમાં તેઓને સતત પોતાના વડીલોના મત મુજબ વર્તન અને પ્રતિક્રિયાઓ કરવી પડતી હોય છે. જેને કારણે તેઓ પોતાના આવેગો કે, લાગણીઓને વ્યક્ત કરી નથી શક્તા અને અન્યોની ઈચ્છા મુજબ વર્તન કરવું પડતું હોય છે.

આ પણ વાંચો:World Day Against Child Labour: જૂનાગઢના બાળકો મજૂરી કરતાં જોવા મળ્યાં

અન્યોની ઈચ્છા મુજબ વર્તન કરવું પડતું હોય છે.

એક 22 વર્ષના યુવાનની સગાઈ થઈ પરંતુ થનારી પત્ની તરફ કોઈ ઝુકાવ કે આકર્ષણનો તદ્દન અભાવ છે. બન્ને સાથે વાત કરતા જણાયું કે, એ બન્નેને એકબીજા સાથે સગાઈ કરવી જ ન હોતી પરંતુ ઘરના લોકોના દબાણથી અને લાગણીમાં આવી આ સગાઈ કરી રહ્યા હતા.

કાર્યના સ્થળે ઇમોશનલ લેબર

હાલના સમયે જ્યારે ઘણી જગ્યાએ બેરોજગારીના પ્રશ્નો જોવા મળે છે અથવા અડધા પગારમાં કાર્ય કરવાની ફરજ ક્યારેક પડતી હોય તેવું જોવા મળે છે. આવા સમયે ઈમોશનલ લેબરની સમસ્યા પણ વધી છે. દરેકને પોતાની નોકરી બચાવવા માટે પોતાના ઉપરી કે, સિનિયરની હામાં હા મેળવવી પડે છે. પોતાની નોકરી બચાવવા માટે પોતાના આવેગોને છુપાવી રાખવાની ફરજ પડે છે. ઉપરાંત ઘણી વખત ઉપરીને ખુશ રાખવા માટે પરાણે અને ખોટા આવેગો વ્યક્ત કરવા પડે છે. આ સમયે નોકરી ટકાવી રાખવી સહુથી અઘરી પરિસ્થિતિ છે. જેમાં વ્યક્તિ ક્યાંક ઇમોશનલ લેબરનો ભોગ બને છે.

ઇમોશનલ લેબરનો ભોગ બનનાર

એક બહેન જે એક ફાર્મા કંપનીમાં નોકરી કરતા જ્યાં સતત તેમના સિનિયરો દ્વારા કામનું દબાણ અને ટાર્ગેટ પૂર્ણ કરવાનું દબાણ રહેતું હતું. જેથી તે સતત તણાવમાં રહેતા હતા. નોકરી કરવી મજબૂરી હતી કારણ કે, પતિની આવકથી ઘર વ્યવસ્થિત ન હોતું ચાલતું આમ જરૂરિયાત હોવાથી તેઓ ઇમોશનલ લેબરનો ભોગ બન્યા છે.

જ્યારે વ્યક્તિ પોતાના આવેગો કે, લાગણીઓને પોતાના મૂળ સ્વરૂપમાં વ્યક્ત નથી કરી શકતો ત્યારે આવેગો અંદરને અંદર પડી રહે છે. પરિણામે " શું કરવું છે. " અને " શું કરવું પડશે " વચ્ચે વ્યક્તિનું અસલ વ્યક્તિત્વ ક્યાંકને ક્યાંક ખોવાઈ જાય છે.

આ પણ વાંચો:મોરબીના બગથળા નજીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં જુગારધામ પર દરોડા

ઈમોશનલ લેબર

ઈમોશનલ લેબરના પરિણામે વ્યક્તિ પોતાના આવેગો કે, વિચારોને બહાર કાઢી શક્તા નથી. જેથી તેઓ સતત તણાવનો અનુભવ કરે છે. જેની નિષેધક અસર તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર પડી શકે છે. આ સિવાય તેના વર્તણૂકમાં પણ પરિવર્તન જોવા મળે છે.

સબંધોમાં સંઘર્ષ ઊભો થાય

સ્વભાવ ચીડિયો બને છે અને નાની નાની વાતમાં ગુસ્સે થવાની ટેવ પડે છે. દરેક વખતે અન્યો શું વિચારશે કે, અન્યોને શું લાગશે તેવું વિચારી પોતાના આવેગો અને વિચારોને દમિત કરી દેવાથી સામેની વ્યક્તિને પણએ વાતની આદત પડી જશે કે, તમે હંમેશા સમજી જશો કે સંભાળી લેશો પરંતુ ક્યારેક એવું ન બનતા સબંધોમાં સંઘર્ષ ઊભો થાય છે.

આથી ક્યારેક પોતાનો મત કે પક્ષ અન્ય સમક્ષ રાખવોએ જરૂરી છે. ક્યારેક શું અનુભવ થાય છે એ વ્યક્ત કરવો આવશ્યક બને છે. જેથી કોઈ સમસ્યા ન થાય.

કઈ રીતે ઓછું કરી શકીએ

પોતાની વાતને કે લાગણીઓને અન્ય સમક્ષ એ રીતે વ્યક્ત કરવા જોઈએ જેથી સબંધો પણ સચવાય અને સાથે સાથે ઈમોશનલ લેબર જેવી પરિસ્થિતિ પણ ન થાય.

ABOUT THE AUTHOR

...view details