રાજકોટ: રાજકોટ કોર્પોરેશન દ્વારા હવે કચરામાંથી એટલે કે વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં આવશે. જે માટેનો પ્લાન્ટ રાજકોટની ભાગોળે આવેલા કુવાડવા રોડ ઉપર નાકરાવાડી ખાતે બનાવવામાં આવી રહ્યો છે. જેનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ થશે અને આ પ્લાન્ટમાં વેસ્ટમાંથી એનર્જી ઉત્પન્ન કરવામાં આવશે. અંદાજિત રૂ.250 કરોડથી વધુના ખર્ચે આ પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ટૂંક સમયમાં જ રાજકોટ કોર્પોરેશનને દર કલાકે 15 મેગાવોટ વીજળી આ પ્લાન્ટમાંથી મળશે. જો કે આ પ્લાન્ટના નિર્માણની કામગીરી હાલ તેજ કરવામાં આવી (15 MW electricity generated every hour from waste) છે.
15 એકર જમીનમાં બનશે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ:નાકરાવાડી ખાતે 15 એકર જમીનમાં વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્લાન્ટ નિર્માણ માટે અંદાજિત રૂ.250 કરોડથી વધુનો ખર્ચ થશે. જ્યારે પ્લાન્ટની સાથે આસપાસના વિસ્તારમાં 14000 જેટલા વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવશે. તેમજ રમત ગમતના મેદાન માટે 6700 ચોરસ મીટર જગ્યા પણ ફાળવવામાં આવી છે. જેનાથી આ વિસ્તારનો વિકાસ પણ કરી શકાય. રાજકોટમાં હાલમાં જે દૈનિક કચરો ભેગો થાય છે તેને એકઠો કરીને આ પ્લાન્ટ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમાંથી વીજળી ઉત્પન્ન કરવામાં (15 MW electricity generated every hour from waste) આવશે.
આ પણ વાંચોપ્રવાસન માટે ગુજરાત બન્યું હોટ સ્પોટ, 20 વર્ષમાં આવ્યા 16 લાખથી વધુ વિદેશી પ્રવાસીઓ