ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું, કયા રુટ દોડશે અને ભાડું કેટલું છે જૂઓ - રાજકોટથી જૂનાગઢ રૂટ

ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ રાજકોટ બસ પોર્ટ ખાતે પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ (Electric buses in Rajkot )કર્યું હતું. તેમણે બસ પોર્ટમાં આવેલા ખાણીપીણી સ્ટોલની મુલાકાત લઇ ચાની લિજ્જત (Harsh Sanghvi visits tea stalls ) માણી હતી.સંઘવીએ વ્યાજખોરો અંગે નિવેદન (Statement on money launderers )પણ અહીં આપ્યું હતું.

રાજકોટમાં હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું, કયા રુટ દોડશે અને ભાડું કેટલું છે જૂઓ
રાજકોટમાં હર્ષ સંઘવીએ ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કર્યું, કયા રુટ દોડશે અને ભાડું કેટલું છે જૂઓ

By

Published : Dec 24, 2022, 7:41 PM IST

સંઘવીએ વ્યાજખોરો અંગે નિવેદન પણ આપ્યું હતું

રાજકોટ રાજ્યના ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીના હસ્તે લીલી ઝંડી આપી પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ (Electric buses in Rajkot )રાજકોટ બસ પોર્ટ ખાતે કરવામાં આવ્યુ હતું. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC ) દ્વારા આ પાંચ ઇલેક્ટ્રિક બસના લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ બસ પોર્ટમાં આવેલા ખાણીપીણીના સ્ટોલની મુલાકાત લીધી હતી તથા ગૃહપ્રધાને હર્ષ સંઘવીએ બસપોર્ટ ખાતેના ટી સ્ટોલ ખાતે ચાની લિજ્જત(Harsh Sanghvi visits tea stalls ) માણી હતી. તેમજ સુશોભિત કરાયેલ બસમાં પેસેન્જર્સ સાથે વાતચીત કરી હતી.

આ પણ વાંચો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા માર્ચ મહિનામાં 100 ઇલેક્ટ્રિક બસ દોડતી કરવાનું આયોજન કરાયું

ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા ઇલેક્ટ્રિક બસરાજ્ય સરકાર દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવાના હેતુસર પ્રદૂષણમાં ઘટાડો કરવા માટે ઇલેક્ટ્રિક બસો (Electric buses in Rajkot )કાર્યરત કરવામાં આવે છે. આ પહેલના ભાગરૂપે રાજકોટથી જૂનાગઢ રૂટમાં ( Rajkot to Junagadh route) પ્રથમ વાર પ્રદૂષણમુક્ત પાંચ ઇલેક્ટ્રિક બસનું લોકાર્પણ (Harsh Sanghvi launched 5 electric buses at Rajkot )કરાયું છે. જેનું ભાડું 150 રૂ. છે. આ તમામ ઇલેક્ટ્રિક બસોમાં 33 મુસાફર સીટો ઉપલબ્ધ છે અને એર કંડીશનર સાથે સુસજ્જ છે. દરેક પેસેન્જર સીટની બાજુમાં ચાર્જિંગ પોઈન્ટ અને દરેક સીટની વિન્ડોના પીલર પર ઇમરજન્સી સ્વીચ આપેલ છે.

આ પણ વાંચો સીએમનો નિર્ણય: ગુજરાતના 3 શહેરોમાં શરૂ થશે CNG અને ઇલેક્ટ્રિક બસ સેવા

કોઈ વ્યાજખોરને નહીં છોડવામાં આવે - હર્ષ સંઘવીરાજકોટ ખાતે ઇલેક્ટ્રિક બસના લોકાર્પણ દરમ્યાન ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વ્યાજખોરોને લઈને મહત્વનું નિવેદન (Statement on money launderers ) આપ્યું હતું. જેમાં તેમણે(Harsh Sanghvi in Rajkot ) જણાવ્યું હતું કે વ્યાજખોરો સામે રાજ્યમાં કડકમાં કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં કોઈપણ જગ્યાએ વ્યાજખોરીનું દૂષણ હશે તો તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં થોડા દિવસ અગાઉ એક જ પરિવારના ત્રણ લોકોએ વ્યાજખોરના ત્રાસને કારણે દવા પીને આપઘાત કર્યો હતો. જેને પગલે રાજ્ય સરકાર હવે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી રહી છે.

ABOUT THE AUTHOR

...view details