ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot News: વિદ્યાર્થીઓમાં લોકશાહી ઢબે યોજાતી ચૂંટણી પ્રત્યે જાગૃતિ માટે યોજાઈ ચૂંટણી - 350 teachers

કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થી પક્ષો રિપબ્લિક ઓફ કર્ણાવતી યુનિયન ઓફ કર્ણાવતી વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. સમગ્ર શાળામાં આ ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ રચાયું હતું. વિદ્યાર્થીઓમાં નાનપણથી જ બાળકોમાં લીડરશીપના ગુણો વિકસાવવા તે ખૂબ જ જરૂરી છે અને તેમને નાનપણથી જ અમુક પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવે તો તેઓ આગળ જતા એક જવાબદાર નાગરિક બની શકે છે.

ઉત્સાહપૂર્ણ રહ્યું મતદાન
ઉત્સાહપૂર્ણ રહ્યું મતદાન

By

Published : Aug 11, 2023, 10:37 PM IST

લોકશાહી ઢબે યોજાઈ ચૂંટણી

રાજકોટઃશહેરની એક શાળામાં વિદ્યાર્થીઓના પ્રતિનિધિ માટે લોકશાહી ઢબે ચૂંટણી યોજવામાં આવી હતી. રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં લોકશાહી ઢબે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ દેશમાં યોજાતી ચૂંટણીઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. ખાસ કરીને લોકશાહી ઢબે ચૂંટણીઓ કેવી રીતે યોજાય છે તેના વિશે વિદ્યાર્થીઓ સમજતા થાય તેના માટે આ ચૂંટણીનું આયોજન કરાયું હતું. શાળાની આ ચૂંટણીમાં વિદ્યાર્થીગળ, ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

મતદાનની સંપૂર્ણ કાર્યવાહી કરાઈઃ કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયેલી ચૂંટણીને સમગ્ર શાળા તરફથી પૂરતુ પ્રોત્સાહન મળ્યું છે. જેમાં શાળાના 2500થી વધુ વિદ્યાર્થીઓ 350 જેટલા ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે ઉત્સાહપૂર્વક મતદાન કર્યુ હતું. ચૂંટણી બાદ મતગણતરી પણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેનું પરિણામ પણ જાહેર કરાયું હતું. આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ પોતાના મત વડે વિદ્યાર્થી નેતાને ચૂંટયા હતા.રાજકોટમાં પ્રથમ વખતે આ પ્રકારનું વિદ્યાર્થીઓના પ્રતિનિધિ માટે ચૂંટણી પ્રક્રિયા યોજાઈ હોય તેવું જોવા મળ્યું હતું.

અમારી સ્કૂલમાં એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેનો મુખ્ય હેતુ એ છે કે આ વિદ્યાર્થીઓ આવતીકાલે ભારતના નાગરિક બનવાના છે. એવામાં ઘણા બધા બાળકોમાં લીડરશીપના ગુણો હોય છે. તેમજ ઘણા બધા બાળકો એવા હોય છે જેમને નાનપણમાં જ શાળામાં નેતૃત્વ કરવાની તક મળતી નથી. જ્યારે બાળક જાહેર જીવનમાં આવે ત્યારે તેને આ પ્રકારની તકો મળતી હોય છે. ત્યારે નાનપણથી જ બાળકોમાં લીડરશીપના ગુણો વિકસાવવા તે ખૂબ જ જરૂરી છે અને તેમને નાનપણથી જ અમુક પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવે, ત્યારે અમારી શાળા એવી પહેલ કરી છે કે નાનપણથી જ બાળકોને એવા પ્રકારની જવાબદારી આપી કે જે જવાબદારીથી બાળકોમાં નેતૃત્વના ગુણોનો વિકાસ થાય.બે મુખ્ય પક્ષો માટે યોજાયું હતું મતદાન... રોનક પટેલ(શિક્ષક, કર્ણાવતી ઈન્ટ. સ્કૂલ)

વિદ્યાર્થીઓના બે પક્ષો વચ્ચે ચૂંટણીઃકર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલના બે વિદ્યાર્થી પક્ષો રિપબ્લિક ઓફ કર્ણાવતી યુનિયન ઓફ કર્ણાવતી વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. સમગ્ર શાળામાં આ ચૂંટણીને લઈને ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણ રચાયું હતું.વિદ્યાર્થીઓમાં નાનપણથી જ બાળકોમાં લીડરશીપના ગુણો વિકસાવવા તે ખૂબ જ જરૂરી છે અને તેમને નાનપણથી જ અમુક પ્રકારની જવાબદારીઓ સોંપવામાં આવે તો તેઓ આગળ જતા એક જવાબદાર નાગરિક બની શકે છે.

જ્યારે દેશમાં લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા યોજાય છે. ત્યારે અમારી સ્કૂલમાં પણ ચૂંટણી યોજવામાં આવી છે. જેમાં બે મુખ્ય પક્ષો (1) રિપબ્લિક ઓફ કર્ણાવતી (2) યુનિયન ઓફ કર્ણાવતી વચ્ચે ચૂંટણી યોજવામાં આવી હતી. આજે અમારી શાળામાં મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. જેને લઈને તમામ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જ્યારે તમામ વિદ્યાર્થીઓએ ચૂંટણીમાં ભાગ લીધો હતો અને ચૂંટણી ક્યા પ્રકારે યોજાય છે તે પણ જાણ્યું હતું...નિશા કોઠારી (વિદ્યાર્થીની, કર્ણાવતી ઈન્ટ. સ્કૂલ)

લોકશાહી ઢબે યોજાઈ ચૂંટણીઃ ખાસ કરીને લોકશાહી ઢબે ચૂંટણીઓ કેવી રીતે યોજાય છે તેના વિશે વિદ્યાર્થીઓ સમજતા થાય તેના માટે આ ચૂંટણીનું આયોજન કરાયું હતું. શાળાની આ ચૂંટણીમાં વિદ્યાર્થીગળ, ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

  1. પંચમહાલમાં પ્રા. શાળામાં બાળસંસદ શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ
  2. કરદેજ પ્રાથમિક કન્યા શાળામાં યોજાય બાળકોની પંચાયતની ચૂંટણી

ABOUT THE AUTHOR

...view details