ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં બીડી ન મળતા રાજકોટમાં વૃદ્ધની આત્મહત્યા

લોકડાઉનની સ્થિતિમાં મોટા ભાગની દુકાનો બંધ છે. એવામાં વ્યસનીઓની હાલત કફોડી બની છે. રાજકોટમાં એક વૃદ્ધને બીડીનું વ્યસન હતુંં, બીડી ન મળવાથી વૃદ્ધે કઇંક આવું પગલું ભર્યું, વાંચો વિગતવાર...

Etv Bharat, Rajkot news
Suicide

By

Published : May 12, 2020, 6:20 PM IST

રાજકોટઃ: કોરોના વાઇરસના હાહાકારને લઈને સમગ્ર દેશમાં લોકડાઉન સ્થિતિ છે. ત્યારે લોકડાઉનમાં વ્યસનીઓની હાલત કફોડી બની છે. હાલ લોકડાઉનમાં પાન, મસાલા, બીડી અને તમાકુની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે.

રાજકોટમાં બીડી ન મળવાના કારણે એક વૃદ્ધે ગળેફાંસો લગાવીને આપઘાત કર્યો છે. રાજકોટના કુવાડવા ગામે રહેતા 95 વર્ષના વૃદ્ધ કુંવરજી ધનાભાઈ બહુકિયાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈને મોતને ભેટ્યા હતાં. આ સમાચાર સાંભળતા નાના એવા ગામમાં આશ્ચર્યતા ફેલાઈ હતી. જોકે આ મામલે ગામના આગેવાનો અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ કરી હતી.

પોલીસને તપાસ દરમિયાન જાણવા મળ્યું કે વૃદ્ધને બીડીનું વ્યસન હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી બીડી ન મળતા તેમને કુદરતી હાજતે જવાની તકલીફો સર્જાઈ હતી અને છેલ્લે કાંટાળીને વૃદ્ધે આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, લોકડાઉનના સમયમાં કેટલાક વ્યસનીઓને અકળામણ થઈ રહ્યું છેે અને અંતે આવા પગલા તરફ વળે છે.

ABOUT THE AUTHOR

...view details