ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટના ગોંડલમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો - elderly couple Corona report positive

ગોંડલ રાધાકૃષ્ણ નગરમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અમદાવાદથી ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં આવ્યાં હતાં.

elderly couple Corona report positive in Gondal
રાજકોટના ગોંડલમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

By

Published : Jun 9, 2020, 9:58 PM IST

રાજકોટઃ જિલ્લાના ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જે અમદાવાદથી ગોંડલના રાધાકૃષ્ણ નગરમાં આવ્યાં હતાં. ગોંડલનાં રાધાકૃષ્ણનગરમાં રહેતાં મકવાણા ઉદયભાઇ ગોકળદાસ તથા તેમના પત્ની ભારતીબેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતાં. જ્યારે પરિવારનાં અન્ય 6 વ્યક્તિઓને સુરજ મુછાળા સંકુલમાં કોરોન્ટાઇન કરાયા હતા.

રાજકોટના ગોંડલમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો

31 તારીખનાં આઠ વ્યક્તિનો પરિવાર ગોંડલ પરત ફર્યો હતો. 3 જૂનના રોજ પરિવારનાં ઉદયભાઇ તથા તેમના પત્ની ભારતીબેનને ઉધરસ-તાવની અસર જણાતાં તુરંત મેડિકલ પરીક્ષણ કરાયું હતું. જેમાં બન્નેનાં રિપોર્ટ પોઝિટિવ આવતાં તાલુકા હેલ્થ ઓફિસ તથાં શહેરી આરોગ્ય અધિકારીની ટીમ, નગરપાલિકા ટીમ, ગોંડલ પોલીસ ટીમ સ્થળ પર જઇ પોઝિટિવ બનેલાં દંપતીને રાજકોટ ખસેડી પરિવારનાં અન્ય 6 વ્યક્તિઓને કોરોન્ટાઇન કરાયાં હતાં.

રિપોર્ટ પોઝિટિવ આવતા આખી શેરીને કન્ટેનમેન કરીને પતરા બંધી કરવામાં આવી હતી. ગોંડલ નગરપાલિકા દ્વારા રાધા કૃષ્ણનગરમાં સેનીટાઈઝીંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details