Rajkot School Girl Case: પુત્રીના મૃત્યું બાદ માતાએ પોતાનું દર્દ ઠાલવ્યું, સરકારે માગ્યો રીપોર્ટ રાજકોટઃરાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલી જસાણી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું અચાનક ચાલુ ક્લાસે ઢળી પડી હતી. વિદ્યાર્થિનીને તરત સારવાર માટે પંડિત દીનદયાળ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ કેસમાં એમના માતા જાનકીબેન સાગરે સ્કૂલ પર આક્ષેપ કર્યા છે. એમનું એવું કહેવું છે કે, શિયાળામાં સ્કૂલનો ટાઈમ મોડો કરો. જે ઘટના મારી દીકરી સાથે બની એ બીજા કોઈ પરિવારમાં ન બને. સ્કૂલના સ્વેટર પહેરવા માટે મજબુર ન કરો. બીજા સ્વેટર પહેરીને આવે તો આવવા દો. દિકરીને કોઈ જ પ્રકારના રોગ ન હતા. લોહી જામી જવાના થવાને આવું બન્યું છે.
આ પણ વાંચોઃ જળ એ જીવન છે પરતું ભાદર ડેમના પાટીયા ઢીલાં છે, ડેમમાંથી પાણી લીકેજ
રાજ્ય સરકાર એક્શનમાંઃઆ કેસમાં રાજ્ય સરકારે પણ તંત્ર પાસેથી આ ઘટનાને લીઈને રીપોર્ટ માંગ્યો છે. બીજી તરફ રાજકોટના જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ સ્કૂલ પોતાની શાળાના સિવાયના કોઈ સ્વેટર પહેરીને બાળકને સ્કૂલમાં આવતા રોકી ન શકે. શહેરના ઢેબર રોડ પર આવેલા ગોપાલનગરમાં રહેતી રિયા કિરણકુમાર સાગર નામની વિદ્યાર્થિની સવારના સમયે 8 વાગ્યે ગોંડલ રોડ પર આવેલી અમૃતલાલ વીરચંદ જસાણી નામની સ્કૂલમાં પોતાના ક્લાસ રૂમમાં હતી. ત્યારે અચાનક બેભાન થઈને ઢળી પડતા તેણીને સારવાર અર્થે સ્કૂલની જ વેનમાં સરકારી હોસ્પિટલમાં ખસેડાઇ હતી.
શિક્ષણ વિભાગમાં પડઘાઃવિદ્યાર્થિનીને જ્યારે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તબીબોએ તેની સારવાર માટે તપાસ કરતાં તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. વિદ્યાર્થિનીને મૃત જાહેર કરવામાં આવતા પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી હતી. જ્યારે આ વિદ્યાર્થિનીનું કયા કારણોસર મોત થયું છે તે હજુ સુધી સામે આવ્યું નથી. 8માં ધોરણમાં ભણતી વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસે મોત થતાં રાજકોટના શિક્ષણ જગતમાં પણ દુઃખની લાગણી પ્રસરી છે. જ્યારે 8માં ધોરણની વિદ્યાર્થિનીનું અચાનક મોત થવાને લઈને પોલીસ પણ ચોકી ઉઠી હતી.
આ પણ વાંચોઃ Rajkot Vaccination: આતુરતાનો અંત, કોવિશિલ્ડના 6500 ડોઝ બનશે સુરક્ષાકવચ
રીપોર્ટ બાકીઃઆ સાથે વિદ્યાર્થિનીના મૃતદેહનો પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે તેના શરીરના વિશેરાને પણ FSLમાં મોકલવામાં આવ્યા છે. જેને લઈને હવે FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે કે આ વિદ્યાર્થિનીનું ખરેખર કયા કારણોસર મોત થયું છે. ઉલ્લેખનીય છે કે આ વિદ્યાર્થીનીને કોઈપણ પ્રકારની બીમારી નહીં હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે આ વિદ્યાર્થિનીએ કોરોનાની વેક્સિનના બંને ડોઝ પણ લઈ લીધા હતા. ત્યારે દીકરીના મોતને લઈને પરિવારજનો પણ ચિંતિત બન્યા છે.
દુઃખદ ઘટનાઃરાજકોટમાં 8માં ધોરણ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ચાલુ ક્લાસે મોત થવાને પગલે ચકચારમાંથી જવા પામી છે. એવામાં રાજકોટ શિક્ષણ જિલ્લા શિક્ષણાધિકારી બી એસ કૈલા દ્વારા પણ શાળા પાસે આ ઘટના અંગોનો સંપૂર્ણ રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ અંગે રાજકોટ શિક્ષણ અધિકારી બી એસ કૈલાએ ETV BHARAT સાથેની વાતચીત જણાવ્યું હતું કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે. જ્યારે ઘટનાની જાણ અમને સ્કૂલ પ્રશાસન દ્વારા કરવામાં આવી છે. જ્યારે આ બાળકીને હોસ્પિટલમાં લઈ ગયા ત્યારે તેના માતાપિતાને પણ જાણ કરવામાં આવી હતી.