- 18 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં 6થી 8 ધોરણનું શૈક્ષણિક કાર્ય ચાલુ
- કોરોના મહામારીના કારણે લગભગ 1 વર્ષના ગાળા બાદ શાળાઓ શરુ
- ઉપલેટામાં ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ
રાજકોટ: સમગ્ર વિશ્વમાં કહેર મચાવનાર કોરોના વાઈરસને કારણે શાળા-કોલેજો બંધ કરવામાં આવી હતી. કોરોના સંક્રમણ થોડુ ઓધુ અને કોરોના કેસમાં ઘટાડો થતા તબક્કાવાર શાળાઓ અને કોલેજો શરૂ કરવામાં આવી રહી છે, ત્યારે 18 ફેબ્રુઆરીના રોજ સરકારના સુચન અનુસાર ઉપલેટામાં પણ ધોરણ 6 થી 9ના વિદ્યાર્થીઓની શાળાઓ શરૂ કરવામાં આવી છે.
શાળાઓ શરુ થયા બાદ કોરોના પ્રોટોકોલનું ચુસ્ત પાલન
જેમાં ધોરણ 6થી 8 ના વિદ્યાર્થીઓને ગુરુવારથી શાળામાં અભ્યાસ ચાલુ કરાવવા માટે શાળાઓને પરવાનગી મળી ગઈ છે, ત્યારે આ વિદ્યાર્થીઓને શાળાઓ તરફથી સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે, જેમકે માસ્ક પહેરવું ફરજીયાત, હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરવો તથા સ્ક્રીનીંગ કરાવવું ઉપરાંત વાલીઓના સંમતિ પત્ર સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો હતો.