રાજકોટઃ વર્ષ 2014 અને 2020 વચ્ચે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી (ED Raid Upleta) લેવામાં આવેલી રોકડ ક્રેડિટ અને ટર્મ લોનમાં ડિફોલ્ટ કરવા બદલ રાજકોટના ઉપલેટાની મનદિપ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં CBI એ ઉપલેટા સ્થિત મનદિપ ઇન્ડસ્ટ્રીઝના (Upleta mandeep industries) ડિરેક્ટરો સામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા સાથે રૂ. 44.64 કરોડની છેતરપિંડી કરવા બદલ છેતરપિંડીનો ગુનો નોંધ્યો છે. આ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2014 થી 2020 દરમિયાન યુનિયન બેંકઓફ ઇન્ડિયામાંથી 47.30 કરોડની (mandeep industries Fraud Case) ક્રેડિટ લોન લીધી હતી.
કરોડોની છેત્તરપિંડીઃ બાદમાં 44.64 કરોડની છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે તેમજ સ્ટોક પણ પૂર્વ મંજૂરી વગર વેચી નાખવામાં આવ્યો હતો આથી યુનિયન બેંક ઓફ ઇન્ડિયાએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (CBI) ને આ સમગ્ર મામલે ફરિયાદ કરી હતી જેને પગલે ED એ આ મનદિપ ઇન્ડસ્ટ્રીઝ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે CBI ના અધિકારીઓના જણાવ્યા અનુસાર વર્ષ 2014 અને 2020 વચ્ચે યુનિયન બેંક ઓફ ઈન્ડિયા પાસેથી લેવામાં આવેલી રોકડ ક્રેડિટ અને ટર્મ લોનમાં ડિફોલ્ટ કરવા બદલ ખાદ્યતેલના નિષ્કર્ષણ સાથે સંકળાયેલી કંપની મનદિપ ઈન્ડસ્ટ્રીઝ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.