ગુજરાત

gujarat

ETV Bharat / state

ECG Machine Rajkot: રાજકોટમાં હાર્ટ એટેકના કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા - ઇસીજી મશીન રાજકોટ

રાજકોટમાં હાર્ટ એટેક કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકવામાં આવ્યા છે. શહેરીજનો ECG મશીનની નિઃશુકલ સારવાર લઇ શકશે. રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારના 23 જેટલા અલગ અલગ ટેસ્ટ નિઃશુકલ કરી આપવામાં આવશે. હૃદયના રોગના દર્દીઓની સંખ્યા વધી છે. જેના કારણે રાજકોટ આરોગ્ય તંત્ર હવે એલર્ટ થઈ રહ્યું છે.

રાજકોટમાં હાર્ટ એટેક જ કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા
રાજકોટમાં હાર્ટ એટેક જ કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા

By

Published : Mar 3, 2023, 2:00 PM IST

રાજકોટમાં હાર્ટ એટેક જ કેસ વધતા 23 આરોગ્ય કેન્દ્ર માં ECG મશીન મુકાયા

રાજકોટઃ રાજ્યમાં કોરોના બાદ નાની વયના લોકોમાં હાર્ટ એટેક સમસ્યા વધી છે. તેમજ હાર્ટ એટેક આવવાના કારણે લોકોના મોત થઈ રહ્યા છે. એવામાં રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં ખાસ ઇસીજી મશીન મૂકવામાં આવ્યા છે. જેમાં શહેરીજનો ECG નિઃશુકલ કરાવી શકશે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં પણ ચારથી પાંચ યુવાનોના અલગ અલગ રમત રમતા હાર્ટ એટેક આવવાના કારણે મોત નીપજ્યા છે. જ્યારે તેને લઈને રાજકોટ આરોગ્ય તંત્ર હવે એલર્ટ થઈ રહ્યું છે.

23 આરોગ્ય કેન્દ્રમાં મુકાયા ECG મશીન:રાજકોટ સહિત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં હૃદયના રોગના દર્દીઓની સંખ્યા વધી છે. ખાસ કરીને કોરોના બાદ હૃદય રોગના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના અનુસંધાને રાજકોટ મહાનગરપાલિકાના 23 આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુકલ ECG રિપોર્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ મશીન હાલમાં રાજકોટના જે તે વિસ્તારના કોર્પોરેટરની ગ્રાન્ટ માંથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે--આરોગ્ય અધિકારી ડો.જયેશ વાંકાણી

આ પણ વાંચો Rajkot Crime News : રાજકોટમાં વ્યાજખોરો બેફામ બન્યા, દેવાદારના પુત્રનું કર્યું અપહરણ

લોકો હાર્ટ એટેકના લક્ષણ:આ અંગે વધુમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં ઇસીજી મશીન મૂકવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે, વહેલામાં વહેલી તકે લોકો પોતાની સારવાર કરાવી શકે. જ્યારે લોકો પણ હૃદય રોગના હુમલાના લક્ષણોને ઇગ્નોર કરતા હોય છે. જેના કારણે આ પ્રકારના બનાવો બની રહ્યા છે. મુખ્યત્વે હૃદય રોગનો હુમલો જ્યારે આવવાનો હોય ત્યારે ખાસ કરીને ડાબી બાજુ જ્યાં હૃદય છે. છાતીમાં દુખાવો થતો હોય છે. હૃદયમાં દુખાવો થતો હોય છે. તેમજ એવો દુખાવો થાય છે. કે કોઈ અહીંયા પીન મારી રહ્યું છે. આ સાથે જ કોઈએ હૃદય ઉપર પથ્થર મૂકી દીધો હોય તે પ્રકારની ગભરામણ થતી હોય છે. જ્યારે આ પ્રકારનો દુખાવો છે તે ડાબા પડખા અને ડાબા હાથ તરફ ધીમે ધીમે વળતો હોય છે. જ્યારે આવા કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તેને તાત્કાલિક સારવાર લેવી જોઈએ.

આ પણ વાંચો Rajkot News : કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં યુવકનું મૃત્યુ, પેટા કોન્ટ્રાક્ટરની ધરપકડ

કન્ફર્મ કરવા માટે ECG:જ્યારે હૃદય રોગના હુમલાના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક દર્દીને હૃદય રોગનો હુમલો છે કે નહીં તે કન્ફર્મ કરવા માટે ECG કરવામાં આવે છે. ત્યારબાદ હૃદય રોગનો હુમલો હોય તો તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર તે ખસેડી શકાય છે. આ સાથે જ રાજકોટના આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારના 23 જેટલા અલગ અલગ ટેસ્ટ નિઃશુકલ કરી આપવામાં આવશે. જેની તજવીજ હાલમાં હાથ ધરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details