રાજકોટઃવિશ્વના તુર્કી અને સીરિયા સહિતના દેશોમાં ભૂકંપના કારણે હાલમાં ભારે તારાજી જોવા મળી રહી છે. એવામાં હવે ગુજરાતમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપનો આંચકો રાજકોટ નજીક અનુભવાયો હોવાનું પ્રાથમિક વિગતમાં સામે આવી રહ્યું છે. રાજકોટથી 270 કિલોમીટર દૂર આ ભૂકંપનું કેન્દ્રબિંદુ હતું. આજે આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 4.3 નોંધાઈ હતી. જ્યારે રાજકોટ નજીક ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી છે.
કેન્દ્રબિંદુ 270 કિમી દૂર: રાજકોટ નજીક ભુકંપનો આંચકો અનુભવાયો છે. રાજકોટ નજીક ભૂકંપનો આંચકો આવવાની માહિતી સિસ્મોલોજી વિભાગ દ્વારા ટ્વિટ કરીને આપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર 10 કિમી ઊંડે કેન્દ્રબિંદુ હતું. જેનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 270 km દૂર નોર્થ વેસ્ટમાં હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે આ ભૂકંપનો આંચકો 3.21 કલાકે અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો 4.3ની તીવ્રતાનું હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો:Earthquake Tremors in Amreli : વારંવાર ભૂકંપના આંચકાઓ અનુભવાતા ગ્રામ્ય જીવનના લોકોમાં ભયનો માહોલ
સ્થાનિકોમાં ભયનો માહોલ: રાજકોટ નજીક ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે આ અગાઉ વિશ્વના તુર્કી સીરિયા સહિતના દેશોમાં ભૂકંપના કારણે ભારે નુકસાની સર્જાઇ છે અને લાખો લોકોના મોત નીપજ્યા છે. એવામાં ગુજરાતમાં પણ અગાઉ લોકો ભૂકંપનો અનુભવ કરી ચૂક્યા છે. ત્યારે આજે રાજકોટમાં બપોરે 3.21 વાગ્યાની આજુબાજુ ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકોમાં ફફડાટ જોવા મળ્યો છે.
આ પણ વાંચો:Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ
સિસ્મોલોજી વિભાગે આપી માહિતી: ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગુજરાતના અમરેલી સહિતના વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકા આવ્યા હતા. સાવરકુંડલા તાલુકામાં મીતીયાળા ગામ અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા એકાદ વર્ષથી સતત ભૂકંપના આંચકા નોંધાઈ રહ્યા છે. પરંતુ હવે ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂકંપના આંચકાઓ અનુભવાય રહ્યા છે. સતત ભૂકંપના આંચકાઓથી સમગ્ર પંથકમાં લોકો ભયનો ઓથાર નીચે જીવી રહ્યા છે. હાલમાં વિશ્વના તુર્કી દેશમાં ભૂકંપના કારણે લાખો લોકોના જીવ ગયા છે અને ખૂબ જ નુકસાની થઈ છે. એવામાં હજુ પણ તુર્કી સહિતના દેશોમાં ભૂકંપના આંચકો આવવાનું સતત ચાલુ છે ત્યારે ગુજરાતમાં ભૂકંપનો આંચકો અનુભવાતા તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે.