રાજકોટ : જિલ્લાના ગોંડલમાં ભૂકંપના સાંજે 7.18 કલાકે 2.6 રેક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપના આંચકા અનુભવાયા હતો. આ આંચકા મેંગણી અને રાવકી ગામમાં પણ અનુભવાયા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે.
કોટડાસાંગાણી તાલુકામાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂંકપને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ ભૂકંપના આંચકા અંદાજીત 4 સેકન્ડ સુધી અનુભવાયા હતા. ભારે ધ્રુજારીને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં શુક્રવારે બપોરના 1.25 કલાક આસપાસ 2 રેક્ટર સ્કેલની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
રાજકોટ જિલ્લામાં નોંધાયેલા ભૂકંપ
16 ઓક્ટોબર, 2020 - રાજકોટમાં શુક્રવારે બપોરના 1.25 વાગ્યાની આસપાસ ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે. આ ભૂકંપના આંચકાની તીવ્રતા 2ની હોવાનું હાલ પ્રાથમિક વિગતમાં બહાર આવ્યું છે. જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું છે.
9 સપ્ટેમ્બર, 2020 - રાજકોટમાં બુધવારના રોજ એક જ દિવસમાં ભૂકંપના 3 આંચકા નોંધાયા હતા. જેમાં સવારે 11 કલાક અને 31 મિનિટે 1.5ની તીવ્રતા, બપોરે 1 કલાક અને 36 મિનિટે 1.6ની તીવ્રતા અને સાંજે 7 કલાક અને 8 મિનિટે 1.4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો.
15 જૂન 2020 -રાજકોટઃ સમગ્ર રાજ્યમાં રવિવારે હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ત્યારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રવિવાર સાંજે 8 કલાકે ભૂકંપનો આંચકો અનુભવતા રાજકોટવાસીઓ ઘર બહાર આવી ગયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.3 રહી હતી. જો કે, હળવો આંચકો હોવાને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી પરંતુ લોકોમાં ભૂકંપનો ફફડાટ જોવા મળ્યો હતો.
2 માર્ચ, 2020 - રાજકોટઃ શહેરમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાયો છે. સોમવારે વહેલી સવારે 8 કલાકની આસપાસ ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો. જ્યારે આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ રાજકોટથી 28 કિલોમીટર દૂર હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ અંદાજીત એક માસ પહેલા રાજકોટમાં આ પ્રકારનો હળવો ભૂકંપનો આંચકો લોકોએ અનુભવ્યો હતો, ત્યારે ફરી એક વખત ભૂકંપનો આંચકો આવતા રાજકોટવાસીઓ ભયનો માહોલ જોવા મળ્યો છે.