ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન વચ્ચે રાજકોટમાં તલવાર લઇને જાહેરમાં નીકળેલા બે ઇસમો ઝડપાયા - latest news of rajkot crime

રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વામ્બે આવાસ યોજના ખાતે ઈસમો જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળ્યા હતા. જેને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

Rajkot
Rajkot

By

Published : Apr 30, 2020, 3:04 PM IST

રાજકોટઃ તાલુકા પોલીસ મથક વિસ્તારમાં આવેલ વામ્બે આવાસ યોજના ખાતે બવ ઈસમો જાહેરમાં ખુલ્લી તલવાર સાથે નીકળ્યા હતા. જેને લઈને વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.

એક તરફ સમગ્ર દેશમાં કોરોના વાઈરસની મહામારી દરમિયાન લોકડાઉન છે, ત્યારે બીજી તરફ અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી તલવાર સાથેનો વીડિયો વિસ્તારમાં વાઇરલ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ પણ એક્ટિવ થઈ હતી અને ગણતરીની જ કલાકોમાં જ આ બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

લોકડાઉન સમયે રાજકોટમાં તલવાર લઇને જાહેરમાં નીકળેલા બે ઇસમો ઝડપાયા

બન્ને ઈસમો રાજકોટના વામ્બે આવાસ યોજના ખાતેમાં ક્વાર્ટરમાં રહે છે. નિલેશ ઉર્ફ અજય કિશોર પરમાર અને લલિત ઉર્ફ અશ્વિન કિશોર પરમાર નામના બે ઇસમોને તાલુકા પોલીસે તલવાર સાથે ઝડપી પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કહેર વચ્ચે પણ રાજકોટમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ રાજકોટના કોરોના હોટસ્પોટ વિસ્તારમાં એવા જંગલેશ્વરમા પણ લોકો જાહેરમાં પત્તા રમતા અને ક્રિકેટ રમતા હોય તેવો વીડિયો વાઇરલ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details