રાજકોટ: રાજયભરમાં ગત રવિવારના રોજ થયેલા ગ્રામ પંચાયત ચૂંટણીના મતદાનની મતગણતરી(Gram Panchayat Election Result 2021) ચાલી રહી હતી. સવારના નવ વાગ્યાથી જ મતગણતરી શરૂ થઈ હતી. ત્યારે રાજકોટ જિલ્લાની 413 ગ્રામ પંચાયતની ચૂંટણી મતદાન(Rajkot Gram Panchayat Election Result 2021) થયું હતું. જેમાં સૌથી વધુ વીંછીયા તાલુકામાં 81.44 ટકા અને સૌથી ઓછું ધોરાજી તાલુકામાં 70.02 ટકા મતદાન નોંધાયું હતું. ગ્રામ પંચાયતની ચુંટણીમાં બેલેટ પેપરથી(Ballot Paper in Gram Panchayat Elections) મતદાન થયું હતું.
બેલેટ પેપર સાથે ચિઠ્ઠી
રાજકોટ વિસ્તારમાં મતગણતરીને લઈને સાંજના સમયે જેતપુર તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર(જલારામ) ગ્રામ પંચાયતની ચૂંટણીની(Virpur Gram Panchayat election Result 2021) મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક જાગૃત મતદાર દ્વારા ગામમાં આવેલી જલારામજી વિદ્યાલયની જર્જરિત ઇમારતની મરામત કરવાનું અપીલ કરતી એક ચિઠ્ઠી બેલેટ(Slip from Ballot Papers During Counting) સાથે જોડવામાં આવી હતી. જે ચૂંટણી અધિકારીના ધ્યાને આવતા ઉપરી અધિકારીને જાણ કરવામાં આવી હતી.