રાજકોટઃ કોરોના વાઈરસના કહેર સામે પોલીસ તંત્ર તનતોડ મહેનત કરી કાયદો વ્યવસ્થા જાળવી રહી છે. ત્યારે કેટલાક બુટલેગરો દ્વારા તકનો લાભ ઉઠાવી અપડાઉન કરી વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે. આ પ્રકારની માહિતી મળતા ગોંડલ પોલીસે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
લોકડાઉન વચ્ચે પણ દારુનું વેચાણ યથાવત, દારુના જથ્થા સાથે એકની ધરપકડ - ગોંડલમાં દારુનું વેચાણ
લોકડાઉનની પરિસ્થિતિમાં પણ બુટલેગરો દ્વારા દારુની હેરાફેરી ચાલી રહી છે. ગોંડલના ફાર્મ હાઉસમાં પોલીસે દરોડો પાડી એક શખ્સને રૂપિયા 1 લાખ 81 હજાર 680ના વિદેશી દારૂ સાથે પકડી પાડયો છે.
![લોકડાઉન વચ્ચે પણ દારુનું વેચાણ યથાવત, દારુના જથ્થા સાથે એકની ધરપકડ a](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6598826-474-6598826-1585574141164.jpg)
ગોંડલ શહેરના ગંજીવાડા રોડ પર રામદેવ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પીઆઇ રામાનુજ, પીએસઆઇ બી.એલ.ઝાલા, પીએસઆઈ ડી.પી.ઝાલા સહિતનાઓએ દરોડો પાડતા વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 528 કિંમત રૂપિયા 181680 નો મળી આવતા નરેશ હરિભાઈ ભાષા (ઉંમર વર્ષ 33) રહે વોરાકોટડા રોડ વાળાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
આ ગુનામાં ઈરફાન હસનભાઈ કટારીયા રહે વોરાકોટડા રોડ ચિસ્તીયા નગરની પણ સંડોવણી હોય પોલીસે તેની ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા. આ ઉપરાંત પોલીસે આ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી અને ક્યારેક કોની પાસેથી લાવવામાં આવ્યો હતો તે અંગેની પૂછપરછ હાથ ધરી છે.