ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટમાં કાલથી 3 દિવસ પાણીકાપ, મ્યુનિ. કમિશનરે સરકારને પત્ર લખી સૌની યોજનાનું પાણી માગ્યું - Water Cut in Rajkot

રાજકોટમાં આવતીકાલથી ત્રણ દિવસ માટે વિવિધ વોર્ડમાં પાણીકાપ (During Cold Wave Water Cut in Rajkot ) જોવા મળશે. આ માટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને (Rajkot Municipal Corporation) જાહેરાત કરી હતી. એટલે હવે ભરશિયાળે લોકોએ પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે.

રાજકોટમાં કાલથી 3 દિવસ પાણીકાપ, મ્યુનિ. કમિશનરે સરકારને પત્ર લખી સૌની યોજનાનું પાણી માગ્યું
રાજકોટમાં કાલથી 3 દિવસ પાણીકાપ, મ્યુનિ. કમિશનરે સરકારને પત્ર લખી સૌની યોજનાનું પાણી માગ્યું

By

Published : Jan 4, 2023, 10:50 AM IST

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને (Rajkot Municipal Corporation) ફરી એક વાર શહેરમાં પાણીકાપ ઝિંકી દીધો છે. શહેરમાં આવતીકાલ (5 જાન્યુઆરી)થી ત્રણ દિવસ માટે પાણીકાપની સમસ્યાનો સામનો કરવો પડશે. જોકે, ભરશિયાળે પાણીકાપ (Water Cut in Rajkot) મુકાતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી (During Cold Wave Water Cut in Rajkot ) રહ્યો છે.

10 જેટલા વોર્ડમાં પાણીકાંપ જાહેર કરાયોરાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (Rajkot Municipal Corporation) દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, જીડબલ્યુઆઇએલ દ્વારા એરવાલ્વ અને પમ્પીંગ સ્ટેશન પર જરૂરી રિપેરીંગ કામ કરવામાં (Repairing of water pipelines in Rajkot) આવશે. તેને લઈને આગામી માટે 5થી 7 જાન્યુઆરી સુધી શહેરના વિવિધ 10 જેટલા વોર્ડમાં વિસ્તાર મુજબ પાણી વિતરણ બંધ રાખવામાં આવશે. જ્યારે શહેરમાં કુલ 18 વોર્ડ છે. જે પૈકી 10 વોર્ડમાં 3 દિવસ સુધી શટડાઉન રાખવામાં આવશે. ગુજરાત વોટર ઈન્ફ્રા. દ્વારા નર્મદા આધારિત એન.સી. પાઇપલાઇન પર વાલ્વ રિપેરીંગ સહિતની ટેક્નિકલ કામગીરી કરવાની હોય જેને લઈને આ નિર્ણય લેવામાં (Water Cut in Rajkot) આવશે.

આ વિસ્તારમાં રાખવામાં આવ્યો પાણીકાપઆ ત્રણ દિવસ દરમિયાન ન્યારા ઓફટેક, બેડી ફિલ્ટર પ્લાન્ટ પર પૂરતું પાણી સપ્લાય થવાનું નથી. જેને લઈને 5 તારીખના ગુરૂવારે જંકશન-ગાંધીગ્રામ ઝોનના વોર્ડ નં. 1 પાર્ટ, 2 પાર્ટ, 3 પાર્ટ, 9 પાર્ટ, શુક્રવારે ગ્રીનલેન્ડ, રીંગ રોડ અને સોજીત્રાનગર ઝોનના વોર્ડ નં.2 પાર્ટ, 4 પાર્ટ, 5 પાર્ટ, 8 પાર્ટ, 9 પાર્ટ, 10 પાર્ટ અને શનિવારે જિલ્લા ગાર્ડન, રેલનગર, બજરંગવાડી ઝોનના વોર્ડ નં. 2 પાર્ટ, 3 પાર્ટ, 7 પાર્ટ અને 14 પાર્ટમાં પાણી વિતરણ નહીં કરી શકાય. સાથે જ તબકકાવાર વોર્ડ નં. 2, 3 અને 9ના તમામ વિસ્તારમાં પાણી વિતરણ વારાફરતી બંધ રહેશે, જ્યાં પાણી વિતરણ બંધ રહેવાનું (Water Cut in Rajkot) છે.

આ પણ વાંચોહવે ખારા પાણીને બનાવાશે પીવાલાયક, યુવા એન્જિનિયર્સે કર્યું નવું સંશોધન

સૌની યોજનાનું પાણી મગાવાયુંમહત્વનું છે કે, રાજકોટમાં મહાનગરપાલિકાના (Rajkot Municipal Corporation) કમિશનર દ્વારા થોડા દિવસો અગાઉ રાજ્ય સરકારને પત્ર લખવામાં આવ્યો હતો અને રાજકોટના ન્યારી અને આજી ડેમમાં સૌની યોજના મારફતે Demanding SAUNI Yojana Water ) પાણી આપવાની માગણી કરી હતી. જ્યારે રાજકોટના ન્યારી અને આજી ડેમમાં હાલ મર્યાદિત પાણીનો જથ્થો છે. આગામી દિવસોમાં આ પાણી પણ પૂર્ણ થઈ જશે. એવામાં મનપા કમિશનર દ્વારા સૌની યોજનાનું પાણી માગવામાં આવ્યું છે. જે પણ ચર્ચાનો વિષય બન્યો છે.

ABOUT THE AUTHOR

...view details