ક્રાઇમબ્રાન્ચને મળેલી બાતમીના આધારે અરવિંદ વિરજી ગોહીલ નામના ઈસમ પાસે એક દેશી બનાવટી પિસ્તોલ અને 7 જેટલા જીવતા કારતૂસ મળી આવતા તેને રાજકોટના સાગરનગર મેઇન રોડ પાસેથી ઝડપી પાડ્યો છે. ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપાયેલા ઈસમ અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલ હોવાનું સામે આવ્યું હતું.
રાજકોટમાં ધૂળેટી પર્વ દરમિયાન પિસ્તોલ સાથે એકની ધરપકડ
રાજકોટઃ આજે સમગ્ર દેશમાં જયારે ધૂળેટીનો માહોલ જામ્યો છે અને ઠેર ઠેર ધૂળેટી પર્વની ઉજવણી થઇ રહી છે. ત્યારે એક ઇસમ દેશી પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે રાજકોટ ક્રાઇમબ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.
સ્પોટ ફોટો
આજે સમગ્ર દેશમાં ધૂળેટીનો માહોલ છે. સૌ કોઈ નાના અને મોટા ધુળેટીના રંગમાં રંગાઈ ગયા છે. ત્યારે રાજકોટમાં તહેવાર સમયે ગુનેગારો બેફામ બન્યા છે. હથિયાર સાથે ઝડપાયેલા ઇસમની પ્રાથમિક તપાસ કરતાં સામે આવ્યું છે કે આ ઈસમ અગાઉ પણ 15 વર્ષથી અલગ-અલગ ગુન્હાઓમાં સંડોવાયેલ છે. હાલ તેની વધુ પુછપરછ ચાલે છે.