ગુજરાત

gujarat

ETV Bharat / state

ગોંડલ સ્વામિનારાયણ હાઈવે ગુરૂકુળમાં ધોરણ 10નો પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી પકડાયો - ડમી વિદ્યાર્થી

ગોંડલ એમ.બી. કોલેજ પરીક્ષામાં ભાજપ અગ્રણી અલ્પેશ ઢોલરીયાનું ડમી કાંડ હજુ સમ્યુ નથી ત્યાં નેશનલ હાઈવે ગુરુકુળ ખાતે ધોરણ 10ની પરીક્ષામાં ડમી વિદ્યાર્થી પકડાતા શિક્ષણ જગતમાં ખળભળાટ ઉભો થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.

a
ગોંડલ સ્વામિનારાયણ હાઈવે ગુરૂકુળમાં ધોરણ 1 ની પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી પકડાયો

By

Published : Mar 7, 2020, 4:31 PM IST

Updated : Mar 7, 2020, 4:46 PM IST

રાજકોટઃ ગોંડલ નેશનલ હાઈવે પર આવેલ સ્વામીનારાયણ ગુરૂકૂળમાં સંગ્રામસિંહજી હાઇસ્કૂલના ધોરણ દસના વિદ્યાર્થીના બદલે પરીક્ષા આપવા ડમી તરીકે તેનો ભાઈ બેઠો હોય જેની પરીક્ષાની રીસીપ્ટમાં ચેકચાક જણાતા સુપરવાઇઝર દ્વારા ઉપરી અધિકારીઓને જાણ કરાઈ હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ઉપાધ્યાય સહિતના અધિકારીઓ પરીક્ષા સ્થળ પર દોડી આવ્યા હતા.

ગોંડલ સ્વામિનારાયણ હાઈવે ગુરૂકુળમાં ધોરણ 10નો પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી પકડાયો

તપાસ કરતા ડમી વિદ્યાર્થી ઝડપાઈ જવા પામ્યો હતો. આ સાથે ડમી વિદ્યાર્થીએ પોતે પોતાના ભાઈના બદલે પરીક્ષા આપી રહ્યો હોવાનું કબૂલ્યું હતું. રીસીપ્ટમાં ચેક કરી ફોટો બદલી ખોટા સહી સિક્કા કરી હોવાનું જણાવતા શિક્ષણ અધિકારીએ પોલીસ ફરિયાદ કરવા તજવીજ હાથ ધરી હતી.

Last Updated : Mar 7, 2020, 4:46 PM IST

ABOUT THE AUTHOR

...view details