- રાજકોટમાંથી ડુપ્લીકેટ મહિલા ડોક્ટરની ઝડપાઇ
- મહિલા ડિગ્રી વગર લોકોને દવાઓ અને ઈન્જેકશન આપતી હતી
- પોલિસે હાલ કાર્યવાહી હાથ ધરી છે મહિલાની પાસેથી મેડિકલ સાધનો જપ્ત કર્યા છે
રાજકોટઃ રાજ્યમાં કોઈપણ જાતની મેડીકલ ડિગ્રી વગર બની બેઠેલા તબીબો લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા કરી રહ્યા છે. એવી જ એક ઘટના રાજકોટ(Rajkot)ના વેજા ગામ ખાતેથી સામે આવી છે. જ્યાં કોઈપણ જાતની ડિગ્રી વગર મહિલા ડૉક્ટર(Duplicate female doctor) બનીને લોકોના આરોગ્ય સાથે જાહેરમાં છેડછાડ કરતી હતી. તેમજ એલોપેથી દવાઓ-ઈન્જેકશન(Injection-drugs) પણ આપતી હતી. જેની જાણ યુનિવર્સિટી પોલીસને જાણ થતાં પોલીસ દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ ડુપ્લીકેટ મહિલા તબીબની ધરપકડ કરવામાં આવી હતી. આ મહિલા વિરુદ્ધ પોલીસ દ્વારા મેડીકલ પ્રેક્ટિશનર એકટની કલમ મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
નકલી મહિલા ડોક્ટરને પકડી પાડી
રાજકોટની યુનિવર્સિટી પોલીસને બાતમી મળી હતી કે રાજકોટ નજીક આવેલા વેજાગામ ખાતે છેલ્લા કેટલાક સમયથી ડુપ્લીકેટ મહિલા તબીબ કોઈપણ જાતની ડિગ્રી વગર લોકોને દવાઓ અને ઈન્જેકશન આપીને તેમની સારવાર કરી રહી છે. જેને લઇને પોલીસ દ્વારા વેજાગામ ખાતે મહિલાના ક્લિનિક પર દરોડો પાડવામાં આવ્યો હતો. જે દરમિયાન તપાસ કરતા માલુમ પડ્યું હતું કે મહિલા પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી ન હતી છતાં પણ તે ખુલ્લેઆમ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી હતી. જેને લઇને પોલીસે તાત્કાલિક આ ડુપ્લિકેટ મહિલા તબીબની ધરપકડ કરી હતી અને તેના ક્લિનિકમાંથી એલોપેથિક દવાઓ અને ઈન્જેકશન સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યા હતા.