રાજકોટઃ શહેરમાં ગઈકાલે 11 ઇંચ વરસાદ પડતા ઠેર-ઠેર પાણી ભરાયા(Heavy rains in Rajkot) હતાં. પરંતુ સૌથી વધુ અસર રેલનગર અને પોપટપરામાં રહેતા લોકોને પહોંચી હતી. કારણ કે અહીં રેલનગરનો અંડરબ્રિજ અને પોપટપરાનું નાળુ પાણીથી છલોછલ(Monsoon Gujarat 2022 ) ભરાઇ ગયું હતું આથી અહીં રહેતા અંદાજીત એકથી દોઢ લાખ લોકોને બહાર નીકળવાનો કોઈ રસ્તો રહેતો નથી જેથી આ લોકોની જીવન 24 કલાક થનભી ગયું હતું ત્યારે અહીં દર વર્ષે સર્જાતી આ પ્રકારની સમસ્યા તંત્ર દ્વારા દુર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.
સમસ્યાનો નિકાલ કાઢો તેવી માંગ -અહીંના સ્થાનિકમ મહિલાએ જણાવ્યું છે કે વરસાદ જ્યારે આવે છે ત્યારે અમારી કપરી દશા થઈ જાય છે. આ વિસ્તારમાં એક લાખથી વધુની(underbridge of Relangar) વસ્તી છે. મોટાભાગે સરકારી નોકરીયાત વર્ગ જ રહે છે. વરસાદમાં રેલનગર બ્રિજ પાણીથી ભરાઇ જાય ત્યારે અમારે બહુ જ સહન કરવું પડે છે. કાલે અમારા વિસ્તારના બધા રસ્તા બંધ થઈ ગયા હતાં. કોઈ લેડીઝને કઈ પ્રોબ્લેમ આવે તો શું કરવું. આના વિશે કોઈ વિચારતું જ નથી. જ્યારથી અંડરબ્રિજ બન્યો છે ત્યારથી આ સમસ્યા દર વર્ષની બની ગઈ છે. અમે કોર્પોરેટરને જાણ કરી હતી ત્યારે 4 વાગ્યે ફેર બ્રિગેડ અને મનપાનો સ્ટાફ આવ્યો હતો અને પાણીનો નિકાલ કર્યો હતો. પોપટપરામાં તો ઘરમાં પાણી ભરાઇ ગયા હતાં ત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે જેમ બને તેમ વહેલી તકે આ સમસ્યાનો નિકાલ કાઢો તેવી માંગ કરવામાં આવી છે.
અંડરબ્રિજ ભરાઇ એટલે લોકોની આવક જાવક બંધ -ચોમાસામાં 2-3 ઇંચ વરસાદ પડે એટલે પોપટપરાનું નાળુ ભરાઇ એટલે અમારે ક્યાંઈ પણ જવાનો રસ્તો બંધ થઈ જાય છે. થોડા વર્ષો પહેલા વિજય રૂપાણીએ આ અંડરબ્રિજ ખુલ્લો મુક્યો હતો. પણ આ અંડરબ્રિજ ડિગ્રી વેચાતી લઇ એન્જીનીયરોએ આ અંડરબ્રિજ બનાવ્યો છે તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે. હાલ પમ્પીંગથી અંડરબ્રિજમાંથી પાણી કઢાઈ છે પણ એ પાણી રેલનગરની સાઈબાબા સોસાયટીમાં જાય છે અને અહીં દોઢ ફુટ પાણી ભરાઈને પાછા પાણી અંડરબ્રિજમાં જ ભરાઇ છે. આથી આનો વ્યવસ્થિત કોઈ નિકાલ જ નથી. હવે મનપા ભણેલા એન્જીનીયર લઇ આવે તો નિવારણ કરી શકે. અત્યારના અધિકારીઓને પૈસા મેળવવામાં રસ છે. મનપા US, UK થી એન્જીનીયર લઇ આવે છે તો આ અંડરબ્રિજમાં પણ આ એન્જીનીયર કામે લગાડો તેવું સ્થાનિકે જણાવ્યું છે. રેલનગરમા એક થી દોઢ લાખની વસ્તી છે જેમાં ચોમાસામાં આ અંડરબ્રિજ ભરાઇ એટલે તમામ લોકોની આવક જાવક બંધ થઈ જાય છે.