રાજકોટ: માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા વાઇસ ચેરમેન કનકસિંહ જાડેજા દ્વારા તાલુકાની સહકારી મંડળીઓના પ્રમુખ સહયોગથી બીપીએલ કાર્ડથી વંચિત રહી ગયેલા લોકો જેમને અન્ય કોઇ સરકારી સહાય મળી નથી. તેવા પરિવાર, વયોવૃદ્ધ એકલવાયુ જીવન જીવતા લોકો માટે 5000 રાશન કીટ તૈયાર કરવામાં આવી છે. જેનું વિતરણ રામનવમીના દિવસથી શરૂ કરવામાં આવ્યું છે.
ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા 20 લાખની રાશન કીટનું વિતરણ, રાહત ફંડમાં અઢી લાખ રૂપિયા દાન કર્યા - કોરોના વાયરસની અસર
કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર બંધ થવાથી શ્રમિક ગરીબ પરિવારની હાલત કફોડી બની છે. આવા કપરા સમયમાં ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા રૂપિયા 20 લાખની પાંચ હજાર નંગ રાશન કીટ તૈયાર કરી વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાથે અઢી લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડમાં અપવામાં આવ્યા છે.
રાજકોટ : ગોંડલ માર્કેટિંગ યાર્ડ દ્વારા 20 લાખની રાસન કીટનું વિતરણ , રાહત ફંડમાં અઢી લાખ રૂપિયા દાન કર્યો
સરકાર તરફથી આ વર્ગની બજાર સમિતિઓને કોરોના રાહતકાર્ય માટે રૂપિયા 25 લાખ સુધીનું અનુદાન આપવા મંજૂરી આપી છે. જેને અનુલક્ષી બજાર સમિતિ દ્વારા અઢી લાખ રૂપિયા મુખ્યમંત્રી રાહત ફંડ માં તેમજ 20 લાખની રાશન કીટ બનવવામાં આવી હતી અને જરૂર જણાય તો વધુ રાશન કીટનું પણ આયોજન કરવામાં આવશે.
રાશન કીટ તૈયાર કરવા માટે બજાર સમિતિના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. તેમજ એક દિવસના પગારની રકમ કોરોના મહામારીના રાહતકાર્યમાં આપી હતી.