રાજકોટ:શહેરમાં ફરી એક વખત શ્વાનનો આતંક સામે આવ્યો છે. જેમાં છેલ્લા બે દિવસમાં 6 જેટલા લોકોને શ્વાન દ્વારા કરડવાની ઘટના બની છે. ખાસ કરીને શહેરના વોર્ડ નંબર 11ના મવડી વિસ્તાર અને વોર્ડ નંબર 8ના અમીન માર્ગ તેમજ હિંગળાજનગર વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં છ એક જેટલા લોકોને શ્વાન કરડવાની ઘટના સામે આવી છે. જ્યારે આ તમામ લોકો સારવાર લેવા પહોંચ્યા ત્યારે શ્વાન કરડવાની વિગતો સામે આવી હતી. જોકે બીજી તરફ કોર્પોરેશનના પશુ વિભાગના અધિકારી દ્વારા રાજકોટ શહેરમાં શ્વાન કરડવાના કોઈ મોટા કેસ ન હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. જેને લઇને કોર્પોરેશનની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે.
Rajkot News: શ્વાને બે દિવસમાં 6 વ્યક્તિને બચકા ભર્યા, અધિકારીએ કહ્યું, કોઈ મોટા કેસ નથી - Dog terror
રાજકોટમાં શ્વાનનો આતંક સામે આવ્યો છે. શ્વાન બે દિવસમાં 6 લોકોને કરડયા હોવાનું સામે આવ્યું છે. કોર્પોરેશનના પશુ વિભાગના અધિકારી દ્વારા રાજકોટ શહેરમાં શ્વાન કરડવાના કોઈ મોટા કેસ ન હોવાનું કહી રહ્યા છે.

"રાજકોટ શહેરમાં શ્વાનનો આતંક વધ્યો હોય તેવું હાલ જણાતું નથી. જ્યારે શહેરમાં કેટલાક સ્થળોએ શ્વાનના કરડવાના બનાવો સામે આવતા હોય છે પરંતુ રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં શ્વાનોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો જોવા મળી રહ્યો છે. પશુ વિભાગના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે કાયદાકીય રીતે આપણે એક સ્થળેથી બીજા સ્થળે શ્વાનોને ખસેડી શકાતા નથી. ત્યારે શહેરમાં શ્વાનોની સંખ્યામાં નિયંત્રણ રાખવા માટે કોર્પોરેશન દ્વારા તેમનું રસીકરણ આવવામાં કરવામાં આવે છે અને હડકવા વિરોધની રસી આપવામાં આવતી હોય છે. ત્યારબાદ શ્વાનને ચાર દિવસ માટે ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે અને જે જગ્યાએથી શ્વાનને પકડ્યું હોય તે જગ્યાએ ફરી છોડવામાં આવે છે"-- ડો.બી આર જાકાસણીયા (રાજકોટ કોર્પોરેશનના પશુ વિભાગના અધિકારી)
1 કરોડ જેટલો ખર્ચ:શ્વાન પાછળ દર વર્ષે રૂપિયા 1 કરોડનો ખર્ચસામાન્ય રીતે જે વિસ્તારમાંથી શ્વાન કરડવાના વધુ બનાવો આવતા હોય છે. તેવા વિસ્તારોમાંથી શ્વાન પકડવાની કામગીરી કરવામાં આવે છે. તેમજ જો આ શ્વાન હડકાયું હોય તો તેને કોર્પોરેશનના ડબ્બામાં અલગ રાખવામાં આવે છે અને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. તેમજ જ્યાં સુધી આ શ્વાન ફ્રેન્ડલી ના થઈ જાય ત્યાં સુધી તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે. ત્યારબાદ તેને ફરી મુક્ત કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શ્વાનને હડકવા વિરોધની રસી અને તેનું વંધ્યત્વકરણ કરવા માટે અંદાજિત રૂપિયા 1 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવે છે.