ગુજરાત

gujarat

ETV Bharat / state

Dog Bite in Rajkot: રખડતા શ્વાનના કારણે મહિલાનું મોત, સાડીનો છેડો તાણી ગયો - Woman lost life due to Dog Bite in Rajkot

રાજકોટમાં પતિ સાથે પોતાના ગામ જઈ રહેલી મહિલાએ રખડતા શ્વાનના કારણે જીવ ગુમાવ્યો હતો. રખડતા શ્વાને મહિલાની સાડીનો છેડો પકડી લેતાં મહિલા નીચે પડકાયાં હતાં. ને તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું.

Dog Bite in Rajkot: બાઈક પર જતાં મહિલા રખડતા શ્વાનના કારણે નીચે પટકાયાં, હેમરેજ થતાં થયું મોત
Dog Bite in Rajkot: બાઈક પર જતાં મહિલા રખડતા શ્વાનના કારણે નીચે પટકાયાં, હેમરેજ થતાં થયું મોત

By

Published : Mar 23, 2023, 5:25 PM IST

પતિ સાથે જતી મહિલા પર શ્વાનનો હુમલો

રાજકોટઃરાજ્યભરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ત્યારે રાજકોટમાં હવે રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. અહીં રખડતો શ્વાન એક મહિલાની પાછળ પડી તેની સાડીનો છેડો ખેંચ્યો હતો. ત્યારબાદ મહિલા બાઈક પરથી નીચે પટકાઈ જતાં તેમનું મોત નીપજ્યું હતું. જોકે, આ પહેલા સુરતમાં રખડતા શ્વાનના હુમલાના કારણે 5 વર્ષીય બાળકે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. એટલે કે રખડતા ઢોરની સાથે સાથે હવે રખડતા શ્વાન પણ લોકો માટે જોખમ સાબિત થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃSurat Dog Bite: સુરતમાં રખડતા શ્વાને બચકાં ભરતા 5 વર્ષીય બાળકનું મોત

પતિ સાથે જતી મહિલા પર શ્વાનનો હુમલોઃ મળતી માહિતી અનુસાર, શહેરના કોઠારીયા રોડ ઉપર આવેલા પારસ સોસાયટીમાં રહેતાં નયનાબેન મનજીભાઈ ગોંડલિયા પતિ સાથે બાઈક પર વહેલી સવારે પોતાના ગામ ગોલિડા જતા હતા. તેવામાં કોઠારિયા ચોકડીથી આજી ડેમ રોડ તરફના રસ્તા ઉપર એક શ્વાન આ બંને પતિપત્નીને જોઈને ભસતું હતું. ત્યારબાદ મહિલાના પતિ મનજીભાઈએ બાઈક ધીમું કરતાં શ્વાને નયનાબેનના સાડીનો છેડો પકડી લેતાં તેઓ જમીન ઉપર પટકાયા હતા. એટલે તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચીં હતી. ત્યારબાદ તેમને હેમરેજ થઈ જતા તેમનું મોત થયું હતું.

આ પણ વાંચોઃDog Bite Cases: રાજકોટમાં શ્વાન કરડવાના કેસ વધતા તંત્ર એલર્ટ, એન્ટી રેબીઝ ક્લિનિકની શરૂઆત

કોર્પોરેશન દ્વારા શ્વાનને પકડવા જોઈએ: પરિવારજનઃઆ ઘટના અંગે નયનાબેનના પતિ મનજીભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે, મેં બાઈક ધીમું કરતાં જ શ્વાને મારા પત્નીની સાડીનો છેડો પકડી લીધો હતો. ત્યારબાદ તેઓ નીચે પટકાતાં તેમનું મોત થયું હતું. જોક, પહેલાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ તેમને ખાનગી હોસ્પિટલ લઈ જવાતાં તેમને હેમરેજ થઈ ગયું હતું. ને આખરે તેમનું મોત થયું હતું. આના કારણે હવે તંત્રની કામગીરી પર પણ સવાલો ઊઠી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details