ગુજરાત

gujarat

ETV Bharat / state

Dog Bite in Rajkot : રાજકોટમાં રાહદારી વૃદ્ધને શ્વાને બચકાં ભર્યા, સીસીટીવીમાં કેદ ઘટના - શ્વાન કરડવાના સીસીટીવી

રખડતાં શ્વાન દ્વારા રાહદારી વૃદ્ધને બચકું ભરી લેવાનો વધુ એક વિડીયો રાજકોટમાંથી સામે આવ્યો હતો. રાજકોટના ભક્તિનગરમાં આ બનાવ શુક્રવારે બન્યો હતો. શ્વાન કરડવાનો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે.

Dog Bite in Rajkot : રાજકોટમાં રાહદારી વૃદ્ધને શ્વાને બચકાં ભર્યા, સીસીટીવીમાં કેદ ઘટના
Dog Bite in Rajkot : રાજકોટમાં રાહદારી વૃદ્ધને શ્વાને બચકાં ભર્યા, સીસીટીવીમાં કેદ ઘટના

By

Published : Apr 8, 2023, 6:55 PM IST

શ્વાન કરડવાનો સીસીટીવી વિડીયો

રાજકોટ: રખડતા શ્વાનનો આતંક રાજકોટ શહેરમાં કોર્પોરેશનના પગલાં લેવાયાં હોવાના દાવોએ વચ્ચે પણ યથાવત જોવા મળ્યો છે. બે દિવસ પહેલા રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં આવેલા ગાયત્રી મંદિર નજીક રસ્તે ચાલીને જતા એક વૃદ્ધો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. રખડતાં શ્વાન દ્વારા વૃદ્ધના પગના ભાગે બચકાં ભરવામાં આવ્યા હતાં. જોકે આ ઘટનામાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે લઇ જવાયાં હતાં.

સીસીટીવીમાં કેદ થઇ ઘટના : રખડતાં શ્વાન દ્વારા કરડી લેવાને લઇને ઇજા પામેલા વૃદ્ધને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે શ્વાન દ્વારા ક્યાં પ્રકારે અચાનક વૃદ્ધ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો Dog Byte Case: રખડતા શ્વાને વૃદ્ધનો શિકાર કર્યો, તંત્રના આંખ આડા કાન

વૃદ્ધના પગના ભાગે થઈ હતી ગંભીર ઈજા : સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ઠાકરશીભાઈ લીંબાસીયા નામના વૃદ્ધ પોતાના કામ અર્થે શરાફી મંડળીમાં જઈ રહ્યા હતાં. એવામાં ભક્તિનગર સર્કલ નજીક આવેલા ગાયત્રી મંદિર પાસે રસ્તા ઉપર ઉભેલા એક શ્વાન દ્વારા તેમના ઉપર અચાનક હુમલો કરવામાં આવે છે અને તેમના પગના ભાગે બચકા ભરવામાં આવે છે. જ્યારે આ ઘટનામાં ઠાકરશીભાઈ ગંભીર રીતે ઘવાઈ જાય છે. જેમને સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ઠાકરશીભાઈને પગમાં ત્રણ ટાંકા આવ્યા છે અને ચાર જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. અચાનક શ્વાન દ્વારા વૃદ્ધ પર હુમલો કરવાની ઘટના સામે આવતા વૃદ્ધ પણ ડરી ગયા હતા અને રસ્તા ઉપર પડી ગયા હતાં.

આ પણ વાંચો Surat News : માસૂમ બાળકી પર હડકાયો શ્વાન ત્રાટક્યો, માંડ માંડ ગામલોકોથી ભાગ્યો

રાજકોટ કોર્પોરેશન પર સવાલ :રાજકોટના ગાયત્રી મંદિર નજીક શ્વાન દ્વારા વૃદ્ધ પર હુમલો કરવાની ઘટના સામે આવ્યા બાદ આ ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે એક શ્વાન રસ્તા ઉપર ઊભી રહ્યું છે અને વૃદ્ધ હાથમાં થેેલી લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે શ્વાન અચાનક આ વૃદ્ધ પર હુમલો કરે છે અને તેમના પગના ભાગે બચકા ભરી લે છે. જ્યારે આ પ્રકારે અચાનક શ્વાન દ્વારા હુમલો થવાના કારણે આ વૃદ્ધ રસ્તા ઉપર પડી જાય છે અને લોકોનું ધ્યાન આ વૃદ્ધ પર પડતાં તેમની મદદ મળે છે. જ્યારે આ સમગ્ર ઘટના વિસ્તારમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ત્યારે રાજકોટમાં શ્વાનના આતંકની ઘટના સામે આવ્યા બાદ કોર્પોરેશનની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details