ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી - rajkot dr. umed

રાજકોટમાં 6મે ગુરૂવારે મેડીકલ કોલેજના તબીબ શિક્ષકો દ્વારા પોતાની વિવિધ માગ સાથે વિરોધ નોંધવાવામાં આવ્યો છે તેમજ સરકારને 24 કલાકનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા તેમની માગણીઓ સ્વીકારમાં નહિ આવે તો આગામી દિવસોમાં આ પ્રોફેસર તબીબો દ્વારા હડતાળ યોજવામાં આવશે.

રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી
રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી

By

Published : May 6, 2021, 2:30 PM IST

  • આગામી દિવસોમાં આ પ્રોફેસર તબીબો દ્વારા હડતાળ યોજવામાં આવશે
  • રાજ્યમાં કુલ 1400 જેટલા તબીબ શિક્ષકો છે
  • વર્ષ 2017થી 7માં પગારપંચ મુજબ નવા NPA અને Personal pay મંજૂર કરવામાં આવે

રાજકોટઃ રાજકોટમાં 6મે ગુરુવારે મેડીકલ કોલેજના તબીબ શિક્ષકો દ્વારા પોતાની વિવિધ માગ સાથે વિરોધ નોંધવાવામાં આવ્યો છે તેમજ સરકારને 24 કલાકનું એલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો સરકાર દ્વારા તેમની માગણીઓ સ્વીકારમાં નહિ આવે, તો આગામી દિવસોમાં આ પ્રોફેસર તબીબો દ્વારા હડતાળ યોજવામાં આવશે.

રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી

આ પણ વાંચોઃડોક્ટરોની દેશવ્યાપી હડતાલને પગલે વડોદરામાં રેલી યોજાઈ

રાજકોટ મેડીકલ કોલેજના 90 જેટલા તબીબો છે

રાજ્યમાં કુલ 1400 જેટલા તબીબ શિક્ષકો છે. જ્યારે રાજકોટ મેડીકલ કોલેજના 90 જેટલા તબીબો છે. આ તમામ તબીબો જો હડતાળ પર જશે, તો કોરોના મહામારી દરમિયાન દર્દીઓને આપવામાં આવતી સારવાર પર તેમની અસર પડી શકે છે.

રાજકોટ મેડીકલ કોલેજના ડોકટરો દ્વારા વિવિધ માગ સાથે હડતાળની ચીમકી

તબીબ શિક્ષકોની છેલ્લા કેટલાક સમયથી અનેક માંગ

રાજકોટમાં મેડીકલ કોલેજના ડોક્ટર પ્રોફેસરોની અનેક માગ છે. જેમાં મુખ્ય માગની વાત કરવામાં આવે તો, રેગ્યુલર તબીબી શિક્ષકોની સેવા વિનિયમિત અને એવા સળંગના ઓર્ડર કરવામાં આવે, વર્ષ 2017થી 7માં પગારપંચ મુજબ નવા NPA અને Personal pay મંજૂર કરવામાં આવે.

આ પણ વાંચોઃસ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે વડોદરાની ગોત્રી અને સયાજી હોસ્પિટલના ઈન્ટર્ન ડોક્ટરો હડતાળ પર

10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેકટીસ કરવાની છૂટ આપવામાં આવે

પગારની મહત્તમ મર્યાદા 2017ના ઠરાવ મુજબ રૂપિયા 23,7500 કરવામાં આવે, આ સાથે જ કરારીય નિમણૂંક તરત જ બંધ કરવામાં આવે. 10 વર્ષની નિયમિત સેવા બાદ વિકલ્પ આપી પ્રાઇવેટ પ્રેકટીસ કરવાની છૂટ આપવામાં આવે, આ પ્રકારની માગણીઓ સાથે આગામી દિવસોમાં હડતાળ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details