ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Leopard: રાજકોટમાં દીપડાની દહેશત, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં સવારે અને મોડી સાંજે મોર્નિંગ વૉક પર પ્રતિબંધ - દીપડાની દહેશત

રાજકોટની ભાગોળે આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા 13 દિવસથી દીપડો જોવા મળી રહ્યો છે. બે દિવસથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા વિસ્તારોમાં દીપડો દેખાતાં વન વિભાગની ટીમ દ્વારા દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી છે પરંતુ હજુ સુધી દીપડો પાંજરે પૂરાયો નથી. સાવચેતીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પ્સમાં મોર્નિંગ જોગિંગ અને વોકિંગ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

રાજકોટમાં દીપડાની દહેશત
રાજકોટમાં દીપડાની દહેશત

By ETV Bharat Gujarati Team

Published : Dec 29, 2023, 12:55 PM IST

રાજકોટ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત રાજકોટમાં દીપડાના આટાં-ફેરાના કારણે ભયનો માહોલ સર્જાઈ રહ્યો છે. રાજકોટની ભાગોળે વાગુદડ, કણકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા ગ્રામ્ય વિસ્તારમાં દીપડો જોવા મળ્યો હતો. જેથી આ વિસ્તારોમાં રહેતા લોકોમાં ભયનો માહોલ છવાયો છે. આ દીપડાએ અત્યાર સુધીમાં એક શ્વાનનું મારણ પણ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દીપડાની દહેશત

કેમ્પસમાં મોર્નિંગ વૉક પર પ્રતિબંધ:છેલ્લા બે દિવસથી આ દીપડો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ 400 એકરમાં ફેલાયેલું છે. અહીં મોટા પ્રમાણમાં સવાર સાંજ લોકો વોકિંગ અને જોગિંગ તેમજ કસરત માટે આવતા હોય છે. ત્યારે અહીં દીપડો ખુલ્લામાં આંટા મારી રહ્યો હોવાની જાણ થતાં કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં વહેલી સવારે અને મોડી સાંજે જોગિંગ અને વોકિંગ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વન વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન:રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં દીપડાને પકડવા માટે વન વિભાગની ટીમ દ્વારા સઘન સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. શહેરના અલગ અલગ ત્રણ જેટલા વિસ્તારોમાં પાંજરા મુકવામાં આવ્યા છે પરંતુ દીપડો હજુ સુધી પકડાયો નથી. વન વિભાગની ટીમ પણ આ દીપડો સમયસર પકડાઈ જાય તેના માટે સવાર સાંજ અલગ અલગ વિસ્તારોમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે.

દીપડાના આંટાફેરાનું કારણ: રાજકોટના મદદનીશ વન અધિકારીએસ.ટી. કોટડીયાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે શિયાળાની ઋતુ આવે તે દરમિયાન જંગલ વિસ્તારમાંથી વન્ય પ્રાણીઓની મૂવમેન્ટ વધારે જોવા મળતી હોય છે. તેઓ ખોરાક અને શિકારની શોધમાં ધીમે-ધીમે સેફ ઝોન તરફ આગળ વધતા શહેરી વિસ્તારની નજીક પહોંચી જતા હોય છે. . ગ્રામજનોએ આપેલી માહિતી અને અમે ઘટનાસ્થળે જઈને ફૂટ માર્કની તપાસ કરી તેના પરથી આ પગલાં ખરેખર દીપડાના હોય તેવું લાગ્યું છે. પરંતુ હજુ સુધી અમારી ટીમને દીપડો જોવા મળ્યો નથી.

જનતાને અફવા ન ફેલાવવા અપીલ: સ્થાનિક રહીશોને તકેદારી અંગે સૂચન કરતા વન અધિકારીએ જણાવ્યું કે, આ દીપડો જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી ખેડૂતો અને માલધારીઓએ તકેદારી રાખવી જોઈએ. જેમાં તેઓએ પોતાના ઢોરને ખુલ્લી જગ્યામાં રાખવાનું બંધ કરવું જોશે. આ સાથે જ ખેડૂતો જ્યારે રાત્રી દરમિયાન ખેતરમાં હોય તો અગ્નિનો ભઠ્ઠો શરૂ રાખવો જોઈએ, જેનાથી દીપડો તેમની નજીક આવશે નહીં. આ સાથે જ જો કોઈ નોનવેજ સહિતની વસ્તુઓ બનાવી હોય તો તેનો કચરાનો તાત્કાલિક નિકાલ કરવો જોઈએ. આ બધી બાબતોનું ધ્યાન રાખવાથી દીપડો તેમની આસપાસ આવશે નહીં. લોકોને અપીલ છે કે ગભરાય નહીં અને કોઈ પણ અફવા ફેલાવે નહીં. જો ખરેખર તેમને દીપડાની જાણ થાય તો તાત્કાલિક વન વિભાગનો સંપર્ક કરે

દીપડાની ઉંમર: વન વિભાગના કર્મચારીઓની તપાસમાં સામે આવ્યું છે કે દીપડાની ઉંમર અંદાજિત 3 થી 4 વર્ષની છે. તેમજ આ દીપડાની વધુ પડતી મૂમેન્ટ વાગુદળ, કણકોટ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મુંજકા વિસ્તારમાં જોવા મળી છે. આ સિવાય દીપડો અન્ય કોઈ વિસ્તારમાં જોવા મળ્યો નથીઉલ્લેખનીય છે કે, આ અગાઉ રાજકોટ જિલ્લાના ગોંડલ અને જસદણ સહિતના વિસ્તારોમાં સિંહ જોવા મળ્યા હતા. પરંતુ આવું પ્રથમ વખત બન્યું છે કે કોઈ દીપડો રાજકોટ નજીકના વાગુદળ, મુંજકા અને કણકોટ ગામમાં આવી ચડ્યો છે.

  1. Leopard in Rajkot : રાજકોટની ભાગોળે ફફડાટ ફેલાવનાર દીપડાને પકડવા કવાયત, વનવિભાગે કરી જનતાને અપીલ
  2. Rajkot Leopard Spotted: રાજકોટની ભાગોળે 10 દિવસથી દીપડાના ધામા, વન વિભાગ એલર્ટ

ABOUT THE AUTHOR

...view details