રાજકોટ આંગણે બ્રહ્માંડ ઉતરી આવ્યું રાજકોટ :રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે શહેરના રેસકોર્સ માધવરાય સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ધનતેરસના દિવસે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટ મનપા દ્વારા ભવ્ય આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. આતશબાજીમાં રંગબેરંગી અને અવનવા ફટકાડકાના અદભુત દ્રશ્યો નિહાળવા મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ પણ ઉમટી પડ્યા હતા.
ભવ્ય આતશબાજી : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 40 વર્ષ કરતાં વધારે સમયથી દિવાળી નિમિત્તે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય આતશબાજીનું આયોજન કરાયું હતું. આતશબાજીનો આ કાર્યક્રમ રાત્રે 8 વાગ્યાથી 9:00 વાગ્યા સુધી એટલે કે એક કલાક સુધી ચાલ્યો હતો.
રાજકોટીયન ઉમટી પડ્યા : રાજકોટ મનપા દ્વારા આયોજીત આતશબાજી કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી અલગ અલગ થીમના ફટાકડા મંગાવવામાં આવ્યા હતા. જ્યારે આ ફટાકડા રાજકોટના રેસકોસ ગ્રાઉન્ડ ખાતેથી આકાશમાં જઈને ફૂટ્યા તો જાણે બ્રહ્માંડ રાજકોટ પર છવાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.
રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દિવાળી પૂર્વે ભવ્ય આતશબાજી જાહેર જનતા માટે અનેરો અવસર : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ધનતેરસના દિવસે આતશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવે છે. જ્યારે આ કાર્યક્રમ મુખ્યત્વે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે યોજવામાં આવે છે. હાલમાં વર્તમાન સમયમાં જે પણ નવા-નવા ફટાકડાઓ આવતા હોય છે તેની મજા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માણી શકે તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે.
રાજકોટ મનપા દ્વારા આયોજન :રાજકોટ મનપા દ્વારા લાખો રૂપિયાના અવનવા ફટાકડા આતશબાજી કાર્યક્રમ દરમિયાન ફોડવામાં આવે છે. તેમજ આ વર્ષે પણ ધનતેરસના દિવસે આ આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. આતશબાજી કાર્યક્રમનો મોટી સંખ્યામાં રાજકોટના શહેરીજનોએ લાભ લીધો હતો.
- RMC Standing Committee : ધનતેરસ નિમિત્તે રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી, 65 લાખથી વધુના વિકાસકાર્યોને મંજૂરી
- Diwali 2023 : દિવાળી તહેવાર નિમિતે રાજકોટ એસટી બસસ્ટેન્ડ ખાતે મુસાફરોની ભીડ ઉમટી, તંત્રની શું છે વ્યવસ્થા જૂઓ