ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજકોટ બેઠક માટે કોંગ્રેસ દ્વારા ટિકીટ ન આપતા જિલ્લા પ્રમુખ હિતેશ વોરા નારાજ - Gujarat

રાજકોટઃ કોંગ્રેસ દ્વારા રાજકોટ સહિત કેટલીક લોકસભાની બેઠકો પર પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. ત્યારે રાજકોટ બેઠક પરથી પડધરીના વર્તમાન ધારાસભ્ય લલિત કગથરાને ટિકિટ આપવાની જાહેરાત કરાઈ છે. જેને લઈને રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ નારાજ થયા છે. જિલ્લા પ્રમુખ હિતેશ વોરાએ પણ રાજકોટ બેઠક માટે હાઇકમાન્ડ પાસે રજૂઆત કરી હતી છતાં તેમને આ બેઠક પરથી ટિકીટ ન મળતા તેઓ પોતે લલિત કગથરાને ટિકીટ આપી હોવાથી નારાજ હોવાનું જાહેરમાં સ્વીકાર્યું હતું.

સ્પોટ ફોટો

By

Published : Mar 30, 2019, 3:26 AM IST

હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. ત્યારે તમામ નાના મોટા રાજકીય પક્ષો પોત પોતાના પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જેણે લઈને પક્ષો દ્વારા પણ બેઠકો માટે પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક વર્તમાન સાંસદ સભ્યોને પક્ષો દ્વારા ફરી રિપીટ કરાયા નથી. તેમજ કેટલાક નેતાઓને પણ બેઠકો માટે ટિકીટની ફાળવણી કરાઈ નથી. જેઓ ટિકીટને લઈને પોતાના જ પક્ષથી નારાજ છે.

રાજકોટ બેઠકની ટિકીટ ન આપતા હિતેશ વોરા નારાજ

રાજકોટમાં પણ કોંગ્રેસ દ્વારા લલિત કગથરાના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરાને પક્ષે ટિકીટ ન આપતા તેઓ નારાજ થયા છે. આ અંગે વર્તમાન ધારાસભ્ય અને હાલમાં રાજકોટ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ હિતેશ વોરાની નારાજગી અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે હિતેશભાઇની નારાજગી હશે તે દૂર કરવાના પ્રયાસો કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details