રાજકોટ: જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદરા ગામના સરપંચે સત્તાનો દુરૂપયોગ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ તેમને સસ્પેન્ડ કર્યા હતા.
ગોંડલના બાંદરા ગામના સરપંચે સત્તાનો દુરૂપયોગ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ - Bandra village
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બાંદરા ગામના સરપંચે સત્તાનો દુરૂપયોગ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હતા.
![ગોંડલના બાંદરા ગામના સરપંચે સત્તાનો દુરૂપયોગ કરતા જિલ્લા વિકાસ અધિકારીએ કર્યા સસ્પેન્ડ District Development Officer suspended the Sarpanch of Bandra](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:15:57:1598931957-gj-rjt-04-gondal-bandra-sarpanch-photo-gj10022-31082020205315-3108f-1598887395-352.jpg)
બાંદરા ગામના સરપંચે ગામને પાણી પૂરું પાડવાના બહાને પોતાના ભાઈની ખાનગી પાઇપ લાઇનનો ઉપયોગ કરી પાણી પુરવઠા યોજના અને જ્યોતિગ્રામ યોજનાના વીજ કનેક્શનો પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી સત્તાનો દુરૂપયોગ કરતા તેમાં તે કસુરવાર ઠર્યા હતા. જેથી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેઓને સત્તા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
ગોંડલના બાંદરા ગામના કલ્પેશ ચનીયારા અને સાગર વકાતર દ્વારા ગામના સરપંચ રાજેન્દ્ર રૈયાણી દ્વારા ગામને પાણી પૂરું પાડવાના બહાને ભાદર ડેમમાંથી ગામના કૂવામાં પાણી લાવવા પોતાના ભાઈની ખાનગી માલિકીની પાઇપ લાઇનનો ઉપયોગ કરી પાણી પુરવઠા યોજના અને જ્યોતિગ્રામ યોજનાના વીજ કનેક્શનો ગેરલાભ ઉઠાવી અંગત હિત સાધી સત્તાનો દુરુપયોગ કર્યો હતો. જે અંગે ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ તાલુકા વિકાસ અધિકારીની તપાસમાં પણ ભ્રષ્ટાચાર જણાતા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવશિયા દ્વારા સરપંચને કસૂરવાર ઠેરવી સત્તા પરથી દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. સરપંચે સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભાઈની ખેતીમાં વીજ કનેક્શનનો ઉપયોગ કરી સરકારને આર્થિક નુકસાન પહોંચાડયું હોવાનું હુકમમાં જણાવાયું છે.