રાજકોટઃ જિલ્લાના ગોંડલમાં ઔદ્યોગિક વસાહત જામવાડી GIDCમાં કનૈયા મમરા નામે કારખાનું ધરાવતા અને પટેલ સમાજના અગ્રણી એવા રસિકભાઈ મારકણાના કારખાનામાં 150થી પણ વધારે શ્રમિકો રોજગારી મેળવી રહ્યા છે.
ગોંડલમાં કારખાનાદારે પોતાના કારીગરોને રાશન કીટનું વિતરણ કર્યુ - કોરોનાની મહામોરી
ગોંડલના કારખાનેદારે પોતાના 150 કારીગરોના પરિવાર માટે શાકભાજી અને રાશનની કીટનું વિતરણ કર્યું હતું.
150થી પણ વધારે કારીગરોના પરિવારને રાશન કીટનું કરાયું વિતરણ
કોરોના વાઇરસની મહામારી અને લોકડાઉનના આ કપરા સમયમાં એક પણ કર્મચારીનો પરિવાર ભૂખ્યો ન રહે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. આ માટે ઘઉંનો લોટ અને એક પરિવાર દીઠ 8 કિલો શાકભાજી વિતરણ કરવામાં આવી રહ્યા છે.
આ ઉપરાંત દરરોજ સવારે તમામ શ્રમિકોને નાસ્તો પણ પીરસવામાં આવી રહ્યો છે. સાથોસાથ હ્યુમન ડિસ્ટન્સ જાળવવું મોઢા પર માસ્ક પહેરો તેમજ હાથમાં ગ્લોઝ પહેરવાની સૂચના આપવામાં આવી રહી છે.